CWG 2022 : વેઈટલિફ્ટિંગમાં જેરેમી લાલરિનુંગાનો પંચ, ભારતના ખાતામાં બીજો ગોલ્ડ,
2022 કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારત માટે વેઈટલિફ્ટિંગમાં 19 વર્ષીય લાલરિનુંગા જેરેમીએ પુરુષોની 67 કિગ્રા વર્ગની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
નવી દિલ્હી : 2022 કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારત માટે વેઈટલિફ્ટિંગમાં 19 વર્ષીય લાલરિનુંગા જેરેમીએ પુરુષોની 67 કિગ્રા વર્ગની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સ્નેચમાં 140 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે સ્નેચ એન્ડ જર્કમાં તેણે 165 કિલો વજન ઉપાડ્યું હતું.

અગાઉ બીજા દિવસે ભારતે વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ, સિલ્વરથી બ્રોન્ઝ મેડલ સહિત કુલ 4 મેડલ જીત્યા હતા. ભારતીય વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે પુરુષોની 55 કિગ્રામાં સિલ્વર મેડલ જીતીને મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. તેમના સિવાય બિંદિયારાની દેવીએ 55 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં સિલ્વર, મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિગ્રા વેઈટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ગુરુરાજાએ 61 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
