આંધ્ર પ્રદેશમાં 'લહેર' મચાવી શકે છે કહેર, ભારે તબાહીની આશંકા
હૈદ્વાબાદ, 27 નવેમ્બર: આંધ્ર પ્રદેશમાં ભારે સંકટ દોર ચાલુ છે. ફેલિન, ફેલન બાદ હવે લહેર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ખતરનાક ચક્રવાતી તોફાન 'લહેર' આજે આંધ્ર પ્રદેશ પહોંચી શકે છે. આ ચક્રવાત થોડા કલાકોમાં તટીય આંધ્રમાં પ્રવેશ કરીને ભારે તબાહી મચાવી શકે છે. 'લહેર'ના કહેરનો સામનો કરવા માટે આંધ્ર પ્રદેશ સરકારે તૈયારીઓ પુરી કરી લીધી છે. તબાહીની આશંકાને જોતાં તટીય વિસ્તારો પરથી લગભગ અઢી લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર લઇ જવાની યોજના છે. અત્યાર સુધી હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાનના કારણે ભારે તબાહી મચી શકે છે. વિજળી સપ્લાઇ અને ટેલિકોમ્યુનિકેશન લાઇનની સાથે-સાથે રેલવે અને રોડ ટ્રાફિક પર અસર પડી શકે છે. તબાહીનો સામનો કરવા માટે રાજ્ય સરકારે ચાર હેલિકોપ્ટર મંગાવ્યા છે અને નેશનલ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સની વધારાની ટીમોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓફિસરોએ જણાવ્યું હતું કે તટીય વિસ્તારો આંધ્રના એલુરૂ, કાકીનાડા, રાજામુંદરી અને વિશાખાપટ્ટનમના ચાર મુખ્ય સ્થળો પર ગોઠવવા માટે સેનાની ચાર ટુકડીઓ મંગાવવામાં આવી છે. સરકારે પહેલાં જ તટીય જિલ્લામાં કન્ટ્રોલ રૂમ ખોલી દિધા છે, ઓફિસરોની ટુકડી બનાવી નજર રાખવામાં આવી રહી છે. જમવાનું અને દવાઓ જેવી જરૂરી વસ્તુઓનો સ્ટોક કરવાની સાથે જ પીવાના પાણીના સપ્લાઇની વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
