Cyclone Mandous Update : મંડુસ વાવાઝોડાએ તામિલનાડુ-આંધ્રામાં મચાવી તબાહી, 5 લોકોના મોત

Cyclone Mandous Update : મંડુસ વાવાઝોડાએ તામિલનાડુના દરિયાકિનારે અથડાયા બાદ તબાહી મચાવી રહ્યું છે. મંડુસ વાવાઝોડાના પ્રભાવ હેઠળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો.

Cyclone Mandous Update : મંડુસ વાવાઝોડાએ તામિલનાડુના દરિયાકિનારે અથડાયા બાદ તબાહી મચાવી રહ્યું છે. મંડુસ વાવાઝોડાના પ્રભાવ હેઠળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો. આ સાથા આ સમય દરમિયાન ઝડપી પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મંડુસ વાવાઝોડું (Cyclone Mandous)ને કારણે બનેલી ઘટનાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને હજારો લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે.

ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા

ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા

હવે માંડુસ વાવાઝોડું (Cyclone Mandous) નબળું પડવા લાગ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારના રોજ એકનિવેદનમાં જણાવ્યું હતું કે, ચક્રવાત મંડુસ ઉત્તર તમિલનાડુ અને તેના પડોશી વિસ્તારોમાં નીચા દબાણવાળા વિસ્તારમાં નબળું પડી ગયું છે.

IMDએ જણાવ્યું હતું કે, છેલ્લા છ કલાક દરમિયાન મંડુસ વાવાઝોડું લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવે તે લગભગપશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને ધીમે ધીમે વધુ નબળું પડવાની શક્યતા છે.

તિરુપતિમાં સૌથી વધુ 258 મીમી વરસાદ નોંધાયો

તિરુપતિમાં સૌથી વધુ 258 મીમી વરસાદ નોંધાયો

મંડુસ ચક્રવાત (Cyclone Mandous) ની અસરને કારણે શનિવારના રોજ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં KVB પુરમ મંડલમાંસૌથી વધુ 258 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ તેમજ તમિલનાડુના અન્ય ઘણા ભાગોમાંભારે વરસાદ અને ઝડપ પવન ફૂંકાયો હતો. ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 10 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

5000 હેક્ટરથી વધુનો પાક નાશ પામ્યો

5000 હેક્ટરથી વધુનો પાક નાશ પામ્યો

આંધ્રપ્રદેશમાં મંડુસ વાવાઝોડા (Cyclone Mandous) ને કારણે થયેલા ભારે વરસાદને કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.

વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 4,647.4 હેક્ટર ખેતી અને 532.68 હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે અને 170મકાનોને નુકસાન થયું છે.

કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે, ચાર જિલ્લામાં 140 SDRF અને 95 NDRF જવાનોને તૈનાતકરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X