For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૂડહૂડ વાવાઝોડું: 36 કલાકમાં વાવાઝોડું મચાવી શકે છે મોતનું 'તાંડવ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઓરિસ્સા, 11 ઓક્ટોબર: આગામી 36 કલાકમાં વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ સુધી કહેર વરસાવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે જો આ હૂડહૂડ નામના વાવાઝોડાનો સામનો કરવા માટે મજબૂત તૈયારી ન કરી તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. અનુમાન લગાવી શકાય કે 36 કલાકમાં વાવાઝોડાની ઝડપની સાથે આ ઘણા વિસ્તારોમાં મોતનું તાંડવ સર્જાઇ શકે છે.

જાણકારી અનુસાર ચક્રવાતી વાવાઝોડું રવિવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના તટ પર દસ્તક આપી શકે છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે ઓરિસ્સા રાજ્ય સરકારના અધિકારીઓએ હૂડહૂડના કહેરનો સામનો કરવા માટે ઘણી તૈયારીઓ કરી લીધી છે.

ખતરનાક ચક્રવાતી તોફાન 'હૂડહૂડ' રવિવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના તટીય વિસ્તારો પર દસ્તક આપી શકે છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'હૂડહૂડ'નો સામનો કરવા માટે રાજ્ય સરકારે જરૂરી તૈયારીઓ કરી લીધી છે.

odisha

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)ના અનુસાર 'ઉત્તરી અંડમાન સાગર અને તેના નજીકના વિસ્તારોમાં તીવ્ર દબાણે 'હૂડહૂડ' ચક્રવાતી વાવાઝોડાનું રૂપ લઇ લીધું છે. આ વાવાઝોડું બુધવારે ઉત્તરી અંડમાન સાગર અને તેની પાસે બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. આગામી 36 કલાકમાં આ ચક્રવાત ખતરનાક રૂપ લઇ શકે છે.

મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે રાજ્ય ચક્રવાતી વાવાઝોડાની આશંકાના ખતરાનો સામનો કરવા માટે પૂરી તૈયારી કરી લીધી છે. બધા સંબંધિત વિભાગોની સાથે ચક્રવાતની સ્થિતીની સમીક્ષા કરવામાં આવી છે. આઇએમડીના અનુસાર 'હૂડહૂડ' ઉત્તરી આંધ્ર પ્રદેશ અને તેના નજીક ઓરિસ્સાના સમુદ્ર તટને 12 ઓક્ટોબરના બપોર સુધી પાર કરી લેશે. તેના લીધે માછીમારોને સમુદ્રમાં નહી જવાની સલાહ આપવામાં આવી છે.

English summary
Cyclone may hit Odisha including andhra alert is declared.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X