For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ ભારતમાં નનૌક' સમુદ્રી તોફાનના ખતરાની ચેતવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન : પશ્ચિમ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં સમુદ્રી તોફાન આવી શકે છે. જેના કારણે પશ્ચિમ ભારતમાં હવામાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતના હવામાન વિભાદે જણાવ્યું છે કે અરબ સાગરમાં 'નનૌક' નામનું તોફાન આવી રહ્યું છે.

'નનૌક' મુંબઇથી 660 કિલોમીટર દૂર હતું અને વેરાવળથી 590 કિલોમીટર દૂર હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં આ તોફાન વધારે તીવ્ર બનવાની શક્યતા છે. જેના કારણે કોંકણ, ગોવા તથા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં 35થી 55 કિલોમીટરની ઝડપથી વંટોળ ફુંકાઇ શકે છે.

જો કે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આ તોફાનથી કોઇ જોખમ નથી. કારણ કે તે ધીરે ધીરે ઓમાનના સમુદ્ર તરફ ફંટાઇ જશે અને ખાડીના દેશોમાં જતું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે તેની અસરથી અરબ સાગરમાં ભારે મોજા ઉત્પન્ન થશે. આવતી કાલે આ લહેરો ઘણી તોફાની બનશે. આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસશે.

નોંધનીય છે કે ગુજરાતમાં અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 'નનૌક' વંટોળની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડું હાલ તો ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી. તેની અસરથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં હળવા વરસાદ પડી શકે છે. આકાશમાં વાદળો પણ છવાયેલા જોવા મળશે. ગરમીમાં ઘટાડાની પણ શક્યતા છે. નિષ્ણાતોના મતે હાલમાં રાજ્યમાં ગરમીનો પારો પણ નીચે ઉતર્યો છે.

હવામાન વિભાગના મતે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પણ શકી શકે છે. વળી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે. કાંઠા વિસ્તારોમાં ઠંડો પવન અને વરસાદી ઝાપટાં વરસી શકે છે.

બીજી તરફ ગુજરાતમાં કોડીનાર તાલુકાના માઢવાડ ગામે દરિયો તોફાની બનતા સ્થાનિકો ભયના હેઠળ જીવી રહ્યા છે. કોડિનારના મામલતદારે જણાવ્યું છે કે જરૂર પડશે તો સ્થાનિકોને સ્થળાંતરિત કરાવાશે. હિલોળા લેતો સમૂદ્ર લોકોના ઘરની દિવાલો પર ટકરાતા લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે.

1

1

આ છે તસવીર

2

2

આ છે તસવીર

3

3

આ છે તસવીર

4

4

આ છે તસવીર

5

5

આ છે તસવીર

English summary
Cyclone Nnauk Low pressure in Arabian sea; Storm warning in Western India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X