For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપર સાઇક્લોન બન્યું 'ફૈલિન', ઓડિશા અને આંધ્રમાં હાઇ એલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર: 12 ઓક્ટોબરનો દિવસ ઓડિશા માટે ખૂબ જ ખરાબ સાબિત થઇ શકે છે. ફૈલિન નામનું આ તોફાન 185 કિલોમીટરની ઝડપે ઓડિશા તરફ આવી રહ્યું છે. મહાતોફાનની આશંકા અને 1999માં આ જ રીત આવેલા તોફાનમાં મચેલી તબાહીને ધ્યાનમાં રાખતા સરકારે હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. મોસમ વિભાગની માનીએ તો બંગાળની ખાડીમાં બનેલું આ ચક્રવાતી તોફાન 12 ઓક્ટોબરની આસપાસ બપોર સુધી ઓડીશામાં પ્રવેશ કરશે.

મોસમ વિભાગે જણાવ્યું કે તોફાનમાં જોરદાર વરસાદ અને ભયાનક તોફાન આવવાની શક્યતા છે. જેના કારણે ભારે જાનમાલનું નુકસાન થવાની શક્યતા છે. ઓડિશા સરકારે મહાતોફાનને ધ્યાનમાં રાખતા વાયુદળ પાસે મદદ માગી છે. જ્યારે એનડીઆરએસ અને સેનાને એલર્ટ રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં નહીં જવા માટેની ચેતવણી આપવામાં આવી છે. ઓડિશાના તમામ સરકારી ઓફિસોમાં નવરાત્રીની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

સમુદ્રની ઉપર ઘણા કલાકો સુધી સ્થિર રહ્યા બાદ હવે ચક્રવાતી તોફાન ફૈલિન તિવ્રતાની સાથે પશ્ચિમોત્તર તરફ આગળ વધી રહ્યું છે અને તે પારાદીવના દક્ષિણ પશ્ચિમમાં લગભગ 850 કિલોમીટરમાં કેન્દ્રીત છે. ચક્રવાત કલિંગપટ્ટનમના પૂર્વ દક્ષિણ- પૂર્વમાં 900 કિલોમીટર અને વિશાખાપટ્ટનમના પૂર્વ-દક્ષિણ પૂર્વમાં 950 પણ સ્થિત છે. મોસમ વિભાગનું માનવું છે કે ચક્રવાત ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં દસ્તક આપી રહ્યું છે. આ વિસ્તારોમાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

જ્યારે બિહાર, ઝારખંડ સહિત દેશના ઘણા વિસ્તારોમાં 12,13 અને 14 ઓક્ટોબરના રોજ તોફાનની સાથે સાથે ભઆરે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. દિલ્હીમાં ઝડપી પવનોની સાથે વરસાદ આજે સવારથી જ ચાલુ થઇ ગયો છે. ઠંડી હવાઓ ચાલી રહી છે. મોસમ વિભાગે હાઇ એલર્ટ જારી કર્યું છે. આ તોફાનને ફૈલિન નામ આપવામાં આવ્યું છે. લૉ પ્રેસરનો વિસ્તાર બંગાળની ખાડીના મધ્ય-પૂર્વમાં કેન્દ્રીત છે અને વિશાખાપટ્ટનમમાં 850 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અવસ્થિત છે.

આ ચક્રવાતીય તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. હવામાન ખાતાની માનીએ તો 12 ઓક્ટોબરની સાંજે આ આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટ પર 175થી 185 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારે આવી શકે છે. હવામાન ખાતાના હાઇ એલર્ટની સાથે જ સમુદ્ર તરફ લોકોને જવાની મનાઇ કરી દેવામાં આવી છે. ઉપરાંત સેનાને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

cyclone
English summary
Cyclone 'Phailin' which was to make landfall two days from now, possibly near Gopalpur in Orrisa and in north Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X