દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ડાયરેક્ટરનું નિધન, 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ
K Viswanath passed away : કે વિશ્વનાથનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને 1992માં પદ્મશ્રી, પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો, 20 નંદી પુરસ્કારો અને 10 ફિલ્મફેર પુરસ્કારો જેમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ સામેલ છે.
K Viswanath passed away : દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા કસીનાધુની વિશ્વનાથનું ગુરુવારની રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે નિધન થયું હતુ. કે વિશ્વનાથ ઘણા સમયથી બિમાર હતા અને ઉમર સંબંધિત સમસ્યાથી જોડાયેલા હતા.
કલા તપસ્વીના નામથી જાણીતા વિશ્વનાથનો જન્મ ફેબ્રુઆરી 1930માં આધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ તેલુગુ, તામિલ સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ લોકપ્રિય નામ છે. કે વિશ્વનાથને 2016માં 48મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. જે ભારતીય ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન છે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સાઉન્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની સફર શરૂ કરી
સાઉન્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની સફર શરૂ કરનાર વિશ્વનાથે 'શંકરભરનમ', 'સાગર સંગમમ', 'સ્વાતિ મુત્યમ', 'સપ્તપદી', 'કામચોર', 'સંજોગ'અને 'જાગ ઊઠા ઇન્સાન' જેવી એવોર્ડ વિજેતા ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમની લાંબી કારકિર્દીમાં કેમેરાની સામે સમાન સફળ કાર્યકાળનોપણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથના અન્ય સન્માનોમાં 1992માં પદ્મશ્રી, પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો, 20 નંદી પુરસ્કારો (આંધ્ર પ્રદેશ સરકાર દ્વારાઆપવામાં આવેલા) અને 10 ફિલ્મફેર ટ્રોફીનો સમાવેશ થાય છે, જેમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.

આત્મા ગોવરમ સાથે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું
કે વિશ્વનાથે 1965 થી અત્યાર સુધીમાં 50 ફિલ્મો બનાવી છે, તેઓ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા ફિલ્મ નિર્માતા હતા. તેઓ તમિલ અનેહિન્દી સિનેમામાં પણ સક્રિય હતા. તેમણે અક્કીનેની નાગેશ્વર રાવ અભિનીત "આત્મા ગોવરમ" સાથે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું અને શ્રેષ્ઠફીચર ફિલ્મ માટે નંદી એવોર્ડ જીત્યો હતો.

અભિનયમાં ઝંપલાવ્યું
ત્યારબાદ ફિલ્મ નિર્માતાએ "ચેલ્લી કપૂરમ", "ઓ સીતા કથા", "જીવન જ્યોતિ" અને "સારદા" માં કામ કર્યું હતું. વિશ્વનાથે "સ્વરાભિષેકમ"(જેનું તેણે દિગ્દર્શન પણ કર્યું હતું), "પાંડુરંગડુ", "નરસિમ્હા નાયડુ", "લક્ષ્મી નરસિમ્હા" અને "સીમાસિમ્હા", "કુરુથિપુનલ", "કક્કાઈસિર્ગિનિલ" જેવી ફિલ્મોમાં કામ કરીને મુખ્ય પ્રવાહમાં લોકપ્રિયતા મેળવી અને અભિનયમાં ઝંપલાવ્યું હતું.












Click it and Unblock the Notifications
