Dahi Handi: 501 રૂપિયાનો ફાળો નહીં આપ્યો તો બાઈકને આગ લગાવી દીધી
પુણેમાં દહીં હાંડી ઉત્સવ માટે ફાળો માંગવા અંગે વિવાદ એટલો બધી વધી ગયો કે કેટલાક લોકોએ એક બાઈકને આગ ચાંપી દીધી.
જન્માષ્ટમી અંગે આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ તહેવારનો સૌથી આકર્ષક નજારો દહીં હાંડી ઉત્સવ હોય છે, જેને કૃષ્ણ ભગવાન ઘ્વારા માખણ ચોરી કરવાની ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે. ત્યાં જ પુણેમાં દહીં હાંડી ઉત્સવ માટે ફાળો માંગવા અંગે વિવાદ એટલો બધી વધી ગયો કે કેટલાક લોકોએ એક બાઈકને આગ ચાંપી દીધી.

આખો મામલો પૃથ્વીરાજ ઍપાર્ટમેન્ટનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં કેટલાક લોકો દહીં હાંડી ઉત્સવ માટે ફાળો માંગવા માટે આવ્યા હતા. આરોપ છે કે સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ ફાળો આપવાની ના પાડી દીધી તો ગુસ્સે થયેલા કેટલાક લોકોએ પાર્કિંગમાં લાગેલી બાઈકને આગ લગાવી દીધી. આ મામલે પોલીસે નજીકની દુકાનના સીસીટીવી ફૂટેઝના આધારે 4 લોકોની ધરપકડ પણ કરી છે.
આ ઘટના વિશે પોલીસે જણાવ્યું કે 501 રૂપિયાનો ફાળો આપવા માટે પ્રફુલ થોરાટ ઘ્વારા અસમર્થતા દર્શાવવામાં આવી. તે દરમિયાન તેના દીકરાએ જણાવ્યું કે વધારેમાં વધારે તેઓ 51 રૂપિયાનો ફાળો આપી શકે છે. તે રાત્રે જ કેટલાક લોકો સોસાયટીમાં ઘુસી આવ્યા અને પાર્કિંગમાં રાખેલી તેમની બાઈકને આગ લગાવી દીધી. તેને કારણે પાર્કિંગ એરિયાને પણ ઘણું નુકશાન થયું છે. પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
