For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલાઈ લામાઃ ભારત સામે ક્યારેય નહિ જીતી શકે પાકિસ્તાન, ઈમરાન સારા સંબંધ રાખે તો વધુ સારુ રહેશે

વર્તમાન સ્થિતિ પર તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ પાકિસ્તાનની ઈમરાન સરકારને સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન અકળાયેલુ છે અને વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યુ છે. વળી, વર્તમાન સ્થિતિ પર તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ પાકિસ્તાનની ઈમરાન સરકારને સલાહ આપી છે. દલાઈ લામાએ કહ્યુ કે ઈમરાન ખાન ભલે જોશ બતાવી રહ્યુ હોય પરંતુ તે સત્યથી વાકેફ છે.

યુદ્ધ થયુ તો પાકિસ્તાન ભારતને હરાવી નહિ શકે-દલાઈ લામા

યુદ્ધ થયુ તો પાકિસ્તાન ભારતને હરાવી નહિ શકે-દલાઈ લામા

દલાઈ લામાએ કહ્યુ કે પાકિસ્તાનની હાલત ખરાબ છે. ઈમરાન ખાન ભલે જોશ બતાવી રહ્યુ હોય પરંતુ તે સત્ય જાણે છે. ઈમરાન જાણે છે કે જો યુદ્ધ થયુ તો પાકિસ્તાન ભારતને હરાવી નહિ શકે માટે પાકિસ્તાન ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખે તો જ વધુ સારુ રહેશે. દલાઈ લામાએ જમ્મુ કાશ્મીરની પુનગર્ઠનનું પૂરજોશમાં સમર્થન કર્યુ પરંતુ તેમણે ભારત-પાકિસ્તાન ભાગલાને સંપૂર્ણપણે ખોટુ ગણાવ્યુ.

જમ્મુ કાશ્મીર પુનર્ગઠનનું કર્યુ પૂરજોશમાં સમર્થન

જમ્મુ કાશ્મીર પુનર્ગઠનનું કર્યુ પૂરજોશમાં સમર્થન

તિબેટિયન ધર્મગુરુએ કહ્યુ, ‘ભારત સરકારના લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના રૂપમાં બે અલગ કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો નિર્ણય યોગ્ય છે કે નહિ તે એક જટિલ સવાલ છે પરંતુ હું સમજુ છુ કે ભારત અને પાકિસ્તાન વિભાજન જ ખોટુ થયુ, ગાંધીજી પણ આના વિરોધમાં હતા.' દલાઈ લામાએ કહ્યુ કે ભારત-પાકિસ્તાનના વિભાજનનુ કોઈ કારણ નહોતુ. આજની જ જેમ 1947માં પણ પાકિસ્તાનના ભાગમાં ગયેલા રાજ્યોમાંથી વધુ મુસલમાન ભારતમાં હતા.

આ પણ વાંચોઃ એલર્ટઃ દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, સ્કાઈમેટે આપી ચેતવણીઆ પણ વાંચોઃ એલર્ટઃ દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, સ્કાઈમેટે આપી ચેતવણી

નહેરુના કારણે હું ભારતનો મહેમાન - દલાઈ લામા

નહેરુના કારણે હું ભારતનો મહેમાન - દલાઈ લામા

તેમણે કહ્યુ કે પાકના કબ્જાવાળુ કાશ્મીર ભારતના કાશ્મીરથી બહુ ઓછુ વિકસિત છે. દલાઈ લામાએ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સાથે જોડાયેલી યાદો શેર કરી. તેમણે કહ્યુ કે તે પહેલી વાર નહેરુ સાથે 1954માં ચીની પ્રધાનમંત્રી દ્વારા આયોજિત લંચમાં મળ્યા હતા. નહેરુના કારણે તે ભારતના મહેમાન છે. દલાઈ લામાએ જણાવ્યુ કે રાજીવ ગાંધી બુદ્ધિમાન પીએમ હતા. તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે તે ભારતને નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે.

English summary
dalai lama says, pakistan can never win with india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X