ઉંચી જાતિના લોકો સામે ખાવાનું ખાવા પર દલિત યુવકની હત્યા
ઉત્તરાખંડના એક ગામમાં કેટલાક લોકોએ એક યુવકની ખુબ જ પીટાઈ કરી, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને આખરે તેની મૌત થઇ ગઈ.
ઉત્તરાખંડના એક ગામમાં કેટલાક લોકોએ એક યુવકની ખુબ જ પીટાઈ કરી, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને આખરે તેની મૌત થઇ ગઈ. ખરેખર આ યુવકનો વાંક એટલો હતો કે તે નીચી જાતિનો હોવાથી ઉંચી જાતિના લોકો સામે બેસીને ખાવાનું ખાઈ રહ્યો હતો. 27 વર્ષના પીડિતને ખુબ જ ખરાબ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારપછી રવિવારે તેની મૌત થઇ ગઈ. પોલીસે આવું કરનાર લોકો સામે એસસી એસટી એક્ટ અને અલગ અલગ ધારાઓ હેઠળ કેસ નોંધ્યો છે.

આપને જણાવી દઈએ કે આ મામલો 27 એપ્રિલનો છે, જયારે દલિત યુવક પોતાના સંબંધીના લગ્નમાં નેનબાગ તહેસીલના કોટ ગામ પહોંચ્યો હતો. અહીં જયારે તે ખુરસી પર બેસીને ખાવાનું ખાવા લાગ્યો ત્યારે જોયું કે આસપાસ સવર્ણ જાતિના લોકો ખાવાનું ખાઈ રહ્યા છે. કથિત રીતે તેમાંથી એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને જાતિસૂચક શબ્દ કહીને તેને ખુરશીથી હટવા માટે કહ્યું. તેના પર વાત વણસી ગઈ અને તેને યુવકને મારવાનું ચાલુ કરી દીધું.
તે સમયે કેટલાક લોકો ઘ્વારા વચ્ચે પડવાને કારણે મામલો શાંત કરાવવામાં આવ્યો. પરંતુ દલિત યુવકની બહેન અનુસાર જયારે યુવક ઘરે જવા લાગ્યો ત્યારે તેની સાથે ઝગડો કરનાર લોકોએ તેનો પીછો કર્યો. તે લોકોએ રસ્તામાં તેને ખુબ જ ખરાબ રીતે માર્યો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો.
આપને જણાવી દઈએ કે યુવક પોતાના પરિવારમાં એકલો જ કમાનાર વ્યક્તિ હતો. તેના ઘરમાં એક વિધવા માં એક નાનો ભાઈ અને બહેન છે. આપને જણાવી દઈએ કે જાતિને લઈને અપશબ્દ અને હત્યાનો આ કોઈ પહેલો મામલો નથી, આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચો: દલિત યુવક સાથે લગ્ન કર્યા તો નારાજ પિતાએ કાપી દીધા દીકરીના હાથ












Click it and Unblock the Notifications
