For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં જાતિવાદની પારાકાષ્ઠા : શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, હાલત ગંભીર

જાલૌરમાં દલિત વિદ્યાર્થીના મોતનો મામલો હજૂ ઠંડો પડ્યો નથી. આવા સમયે, બાડમેરમાં, શિક્ષકે એક દલિત બાળકને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ બાળકને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

જાલૌરમાં દલિત વિદ્યાર્થીના મોતનો મામલો હજૂ ઠંડો પડ્યો નથી. આવા સમયે, બાડમેરમાં, શિક્ષકે એક દલિત બાળકને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ બાળકને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ આરોપી શિક્ષક અશોક માળીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

દલિત આગેવાનો જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા

દલિત આગેવાનો જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા

કોટવાલ ગંગારામના જણાવ્યા મુજબ, 7મા ધોરણમાં અભ્યાસ કરતી ક્રિષ્નાને પરીક્ષા દરમિયાન વર્ગમાં મોડા આવવાના કારણે શિક્ષકે માર માર્યો હતો. જેના કારણે તેમની તબિયત લથડી હતી.

બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા જ બાળકના પરિવારજનો અને દલિત આગેવાનો જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ પોલીસ અધિકારીઓને મળીને શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી

શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી

કોતવાલી પોલીસ સ્ટેશનના એસએચઓ ગંગારામ ખાવાના જણાવ્યા અનુસાર બાળકના પરિવારના રિપોર્ટના આધારે તપાસ કેસની તપાસ કરવામાં આવશે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સાથે શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

9 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષક દ્વારા હત્યા

9 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષક દ્વારા હત્યા

જાલૌર જિલ્લાના સુરાના ગામમાં એક શાળાના 9 વર્ષીય વિદ્યાર્થી ઈન્દ્રા મેઘવાળને તેના શિક્ષક દ્વારા 20 જુલાઈના રોજ પીવાના પાણીના માટલામાંથી પાણી પીવા બદલ ઢોર માર મારવામાં આવ્યો હતો.

છોકરાનું 13 ઓગસ્ટના રોજ અમદાવાદની હોસ્પિટલમાં ઇન્દ્ર મેઘવાળનું મૃત્યુ થયું હતું. જે બાદ દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય સમાજ તેમજ ગોદી મીડિયા આરોપીની તરફેણ કરી રહી છે, તેમ એક દલિત નેતાએ જણાવ્યું હતું.

દલિત મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી

દલિત મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી

જયપુરમાં એક દલિત મહિલા શિક્ષકને જીવતી સળગાવી દેવામાં આવી હતી. શાળા જતી વખતે દબંગ જાતિના લોકોએ મહિલાને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા શિક્ષકનું મંગળવારની મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારના રોજ સામે આવ્યો હતો.

English summary
Dalit student beaten by teacher, critical condition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X