ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને નહિ મળે અનાતમનો લાભ
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે રાજ્યસભામાં કહ્યુ કે ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને અનામતનો લાભ નહિ આપવામાં આવે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપીને કહ્યુ કે ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને અનામતનો લાભ નહિ આપવામાં આવે. આ ઉપરાંત તે અનુસૂચિત જાતિ માટે અનામત સંસદીય કે વિધાનસભા સીટ પર ચૂંટણી નહિ લડી શકે. તમને જણાવી દઈએ કે જી વી એલ નરસિંહા રાવે સરકારને એ પણ સવાલ પૂછ્યો કે શું સરકાર લોક પ્રતિનિધિત્વ કાયદો અને ચૂંટણીના નિયમોમાં કોઈ સુધારા પર વિચાર કરી છે જેમાં એ સ્પષ્ટ રીતે ઉલ્લેખ હોય કે ઈસાઈ કે ઈસ્લામ ધર્મ પરિવર્તન કરનાર દલિત અનામત સીટો પરથી ચૂંટણી લડવા માટે યોગ્ય નહિ હોય.

આના પર રવિશંકર પ્રસાદે જવાબ આપતા કહ્યુ કે હાલમાં આવો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે વિચારાધીન નથી. ભાજપના સભ્ય જી વી એલ નરસિંહા રાવ દ્વારા કરવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપીને પ્રસાદે એ સ્પષ્ટ કર્યુ કે સિખ, બૌદ્ધ ધર્મ અપનાવનાર લોકોને અનામતનો લાભ મળતો રહેશે અને તે સંસદની અનામત સીટો પર ચૂંટણી લડવા માટે પણ પાત્ર હશે. પ્રસાદે કહ્યુ કે બંધારણ (અનુસૂચિત જાતિ)ના પેરા 3માં આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જે હિંદુ, સિખ કે બૌદ્ધ ધર્મથી અલગ ધર્મને માને છે, તેને અનુસૂચિત જાતિનો સભ્ય નહિ માનવામાં આવે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યુ હતુ કે જો એક વાર કોઈ વ્યક્તિ હિંદુ ધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવે તો સામાજિક અને આર્થિક અક્ષમતા વધશે અને માટે હવે એ વ્યક્તિને અનામત આપવી જરૂરી નથી અને આ કારણે તેને અનુસૂચિત જાતિનો માની શકાય નહિ.












Click it and Unblock the Notifications
