For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો, મીડિયા અમારા મિત્ર

છત્તીસગઢમાં દંતેવાડામાં જે રીતે નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં દંતેવાડામાં જે રીતે નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા. ત્યારપછી હવે નક્સલીઓ ઘ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. નક્સલીઓ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તેમની આ વાતની જાણકારી ના હતી કે એમ્બુશ દરમિયાન દૂરદર્શનની ટીમ પણ હાજર હતી. ફાયરિંગ દરમિયાન તેમની મૌત થઇ તેમનો અમને અફસોસ છે.

પત્રકાર અમારા મિત્ર

પત્રકાર અમારા મિત્ર

નક્સલીઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સેના ગામના લોકોને પરેશાન કરે છે, તેમની સાથે મારપીટ કરે છે. અમે તેમનો વિરોધ કરીયે છે. તેમને કહ્યું કે સેના લોકો સાથે જબરજસ્તી મારપીટ કરીને તેમને રસ્તાના નિર્માણ કાર્યમાં જોડી રહી છે. તેના જ વિરોધમાં અમે સેના પર હુમલો કર્યો હતો પરંતુ અમને ખબર ના હતી કે એમ્બુશ દરમિયાન દૂરદર્શન કેમેરામેન પણ શામિલ છે. અમે જાણીજોઈને પત્રકારને નહીં મારીએ.

ભાજપને મારી ભગાવો

માઓવાદી સાંઈનાથ ઘ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે અમે અપીલ કરીયે છે કે સંઘર્ષ વાળા વિસ્તારમાં પત્રકાર પોલીસ સાથે ના આવે. ખાસ કરીને ચૂંટણી ડ્યુટી પર આવનાર કર્મચારી કોઈ પણ સ્થિતિમાં પોલીસ સાથે નહીં આવે. પત્રકાર લોકો અમારા દુશ્મન નહીં પરંતુ મિત્ર છે. 31 ઓક્ટોબરે લખવામાં આવેલા પત્રમાં સાંઈનાથ ઘ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરે અને અહીંથી સંઘ અને ભાજપને મારીને ભગાવે.

આખરે કેમ લૂંટ્યો કેમેરો

આખરે કેમ લૂંટ્યો કેમેરો

ત્યાં જ નક્સલીઓના પત્ર પછી દંતેવાડા એસપી અભિષેક પલ્લવે કહ્યું કે આખરે નક્સલીઓએ કેમ કેમેરામેનનો કેમેરો લૂંટ્યો, કારણકે તેમાં પુરાવા હાજર હતા કે ઘટનાસ્થળ પર શરૂઆતની થોડી મિનિટોમાં શુ થયું હતું અને કેવી રીતે જાણીજોઈને મીડિયાને નિશાનો બનાવવામાં આવ્યો હતો. તેમને આગળ જણાવ્યું કે જે રીતે કેમેરામેનના શરીર પર ગોળીઓ મારવામાં આવી અને તેના માથા પર ફ્રેક્ચર મળી આવ્યા તે સાફ જણાવે છે કે આ કામ ભૂલથી નથી થયું.

English summary
Dantewada: After killing of Doordarshan cameraman Naxal release statement says it was by mistake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X