પિતાએ કમાયેલી સંપત્તિ પર દીકરીઓને પૂરો અધિકાર, પિતરાઈ ભાઈઓને નહિ મળે પસંદગીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાના એક મહત્વના ચૂકાદામાં કહ્યુ કે દીકરીને તેના પિતા દ્વારા કમાયેલી સંપત્તિમાં અધિકાર હોય છે
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાના એક મહત્વના ચૂકાદામાં કહ્યુ કે હિંદુ ધર્મમાં જો પિતાનુ મૃત્યુ થાય અને તેમણે મૃત્યુ પહેલા વસીયત તૈયાર ન કરી હોય તો દીકરીને તેના પિતા દ્વારા કમાયેલી સંપત્તિમાં અધિકાર હોય છે અને તે ખુદથી આ સંપત્તિ માટે અધિકૃત થઈ જાય છે. કોર્ટે કહ્યુ કે આવી દીકરીઓને પરિવારના અન્ય સભ્યો જેવા કે દીકરા, કાકાની દીકરીઓ પર પહેલી પસંદગી મળશે. કોર્ટે આ ચુકાદો હિંદુ ઉત્તરાધિકાર એક્ટ હેઠળ હિંદુ મહિલા અને વિધવા જમીન સાથે જોડાયેલ અધિકારની સુનાવણી દરમિયાન સંભળાવ્યો.

જસ્ટીસ એસ અબ્દુલ નઝીર અને કૃષ્ણા મુરારીની બેંચે 5 2 પાનાના પોતાના ચુકાદામાં કહ્યુ કે જો હિંદુ પુરુષનુ મૃત્યુ વસીયત તૈયાર કર્યા વિના થાય તો તેના દ્વારા અર્જીત કરવામાં આવેલી સંપત્તિની ઉત્તરાધિકારી સૌથી પહેલા દીકરી હશે. દીકરીને કાકાના દીકરા અને દીકરી પહેલા પહેલી પસંદગી મળશે. એટલુ જ નહિ જો મહિલાનુ મૃત્યુ વારસો કર્યા વિના થાય તો તેણે જે સંપત્તિ પિતા પાસેથી અર્જીત કરી છે તે સંપત્તિ પિતાના વારસને જશે અને જો મહિલાએ પોતાના સસરા કે પતિ દ્વારા કોઈ સંપત્તિ અર્જીત કરી હોય અને તેનુ મૃત્યુ વસીયત વિના થઈ જાય તો સંપત્તિનો અધિકાર પતિના વારસને હશે.
કોર્ટે આ ચુકાદો મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુનાવણી દરમિયાન સંભળાવ્યો. મદ્રાસ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં દીકરીના સંપત્તિના અધિકારને ફગાવી દીધો હતો. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પિતાની જે સંપત્તિ પર દીકરીએ દાવો કર્યો છે તે પિતાએ જાતે કમાઈ છે અને પિતાની એક માત્ર સંતાન દીકરી છે. માટે દીકરીના પિતાની સંપત્તિ બીજાને ન જઈ શકે. કોર્ટે કહ્યુ કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956ની કલમ 15(2)નો મૂળ ભાવ એ જ છે કે સંપત્તિ એ સ્ત્રોતને પાછી મળી જાય. જો મહિલાના પતિ કે બાળકો હોય તો સંપત્તિ એમને જ જશે. કોર્ટે મહિલાની અરજીને સ્વીકારીને મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો.












Click it and Unblock the Notifications
