DC vs GT : ગુજરાતનું શરમજનક પ્રદર્શન, લો સ્કોરર મેચમાં દિલ્હીની આસાન જીત
ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદમાં રમાયેલા આઈપીએલના મુકાબલામાં ગુજરાતનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. આ મેચને દિલ્હીએ આસાનીથી જીતી લીધો છે.
પહેલી ઈનિંગમાં ગુજરાતના બેટ્સમેનો દિલ્હી સામે ઢેર થયા અને ટીમ 89 રનના મામુલી સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઈટન્સના બેટ્સમેનો દિલ્હી સામે પત્તાના મહેલની જેમ વિખેરાતા જોવા મળ્યા.

બીજી ઇનિંગ્સમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી. ઓપનર બેટ્સમેન પૃથ્વી શો માત્ર 7 રનના અંગત સ્કોર પર આઉટ થયો. આ પછી કેટલીક વધુ વિકેટો પડી.
જેક ફ્રેઝર-મેકગર્ક 20 રન બનાવીને ચાલ્યો ગયો. અભિષેક પોરેલ 15 રનના અંગત સ્કોર પર આઉટ થયો. જો કે ટાર્ગેટ ઓછો હોવાને કારણે આ વિકેટોથી કોઈ ફરક ન પડ્યો.
શાઈ હોપે ક્રિઝ પર આવ્યા બાદ આક્રમક ઈનિંગ રમી અને તે 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને આઉટ થયો.
પંતે અણનમ 16 અને સુમિત કુમારે અણનમ 9 રન બનાવ્યા અને દિલ્હીને 4 વિકેટે 92 રનના સ્કોર સુધી પહોંચાડીને જીત અપાવી દીધી. આ સિઝનમાં દિલ્હીની આ ત્રીજી જીત છે.












Click it and Unblock the Notifications
