મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને મળી રેપની ધમકી, સાજિદ ખાનને બિગ બૉસમાંથી હટાવવા માટે લખ્યો હતો પત્ર
સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે જ્યારથી તેમણે ફિલ્મ નિર્માતા સાજિદ ખાનને બિગ બૉસમાંથી હટાવવાની માંગ કરી છે ત્યારથી તેમને સોશિયલ મીડિયા પર રેપની ધમકી મળી રહી છે.
નવી દિલ્લીઃ દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખીને માંગ કરી હતી કે સાજિદ ખાન ઉપર યૌન શોષણના આરોપ છે માટે તેને બિગ બૉસ શોમાંથી હટાવો. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે જ્યારથી તેમણે ફિલ્મ નિર્માતા સાજિદ ખાનને બિગ બૉસમાંથી હટાવવાની માંગ કરી છે ત્યારથી તેમને સોશિયલ મીડિયા પર રેપની ધમકી મળી રહી છે. આ અંગે માલીવાલે બુધવારે ટ્વિટ કરીને જણાવ્યુ.

'મને બળાત્કારની ધમકીઓ મળી રહી છે'
સ્વાતિ માલીવાલે બુધવારે ટ્વિટ કરીને જણાવ્યુ કે, 'સાજિદ ખાનને બિગ બૉસમાંથી બહાર કાઢવા માટે મેં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો ત્યારથી મને ઈન્સ્ટાગ્રામ પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. દેખીતી રીતે તેઓ અમારુ કામ રોકવા માગે છે. હું દિલ્લી પોલીસને ફરિયાદ કરી રહી છુ. FIR નોંધો અને તપાસ કરો. તેમની પાછળ રહેલા લોકોની ધરપકડ કરો. ટ્વીટમાં સ્વાતિ માલીવાલે તેમને ઈન્સ્ટાગ્રામ પર મળેલી ધમકીઓના સ્ક્રીનશૉટ પણ પોસ્ટ કર્યા છે.
'બધી ફરિયાદો બતાવે છે કે સાજિદ ખાનની માનસિકતા...'
સ્વાતિ માલીવાલે સોમવારે સાજિદ ખાન બાબતે ટ્વિટ કર્યુ હતુ, '#MeToo ચળવળ દરમિયાન સાજિદ ખાન પર 10 મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ તમામ ફરિયાદો દર્શાવે છે કે સાજિદ ખાનની માનસિકતા કેટલી ઘૃણાસ્પદ છે. અને હવે આ માણસને રિયાલિટી શો બિગ બૉસમાં સ્થાન આપવામાં આવ્યુ છે જે એકદમ ખોટુ છે. મે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે સાજિદ ખાનને બિગ બૉસમાંથી હટાવવામાં આવે.'
સાજિદ ખાન પર આ મહિલાઓએ લગાવ્યા હતા આરોપ
ઉલ્લેખનીય છે કે બિગ બૉસની 16મી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને સાજિદ ખાન આ શોમાં ભાગ લઈ રહ્યો છે. સાજિદ ખાનને શોમાં લેવા બાબતે સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. સાજિદ ખાન વર્ષ 2018માં વિવાદમાં આવ્યો હતો જ્યારે તેની સાથે અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક મહિલાઓએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે મહિલાઓએ આરોપ લગાવ્યા છે તેમાં અભિનેત્રી શર્લિન ચોપરા, સલોની ચોપરા, આહાના કુમરા અને મંદાના કરીમીના નામ સામેલ હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
