ઇજીપ્તના પૂર્વ રાષ્ટ્રપતિના 529 સમર્થકોને ફાંસી
નવી દિલ્હી, 24 માર્ચઃ ઇજીપ્ત સ્થિત મિન્યાની એક અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીના 529 સમર્થકોને ફાંસીની સજા સંભળાવી છે. નોંધનીય છે કે મોહમ્મદ મોર્સીની મુસ્લિમ બ્રધર હૂડ પાર્ટીને એક આંતકી સંગઠનના રૂપમાં જોવામાં આવે છે. રશિયા, સીરિયા, સાઉદી અરબ અને યુએઇમાં પાર્ટીની છબીને એક આંતકી સંગઠનના રૂપમાં જોવામાં આવે છે.

એ ધ્યાન આપવા યોગ્ય છે કે મોર્સી પદેથી હટ્યા બપાદથી જ ઇજીપ્તમાં પ્રશાસન સતત ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કઠોર વલણ અપનાવી રહ્યું છે. કાર્યવાહીમાં અત્યારસુધી સેંકડો લોકોના મોત નીપજ્યાં છે. હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોર્સીને 3 જુલાઇ 2013એ ફીલ્ડ માર્શલ અલ-સિસીએ પદ પરથી હટાવ્યા હતા. ઇજીપ્તમાં ક્રાન્તિ આવ્યા બાદ ત્યાંની સ્થિતિ અવ્યવસ્થિત છે.












Click it and Unblock the Notifications
