For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવી

મહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ વધેલ હલચલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે પાર્ટીની કોર ગ્રુપની બેઠક બોલાવી છે. રાજ્યના હાલના રાજનૈતિક હાલાત પર ચર્ચા માટે પવારે મુંબઈમાં આ બેઠક બોલાવી છે. એનસીપીની કોર ગ્રુપની બેઠકમાં પ્રફુલ્લ પટેલ, સુપ્રિયો સુલે, અજીત પવાર, જયંત પાટિલ અને અન્ય પ્રમુખ નેતાઓ હાજર રહેશે.

sharad pawar

અગાઉ રાજ્યપાલ તરફથી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું પરંતુ પાર્ટી સરકાર બનાવવામાં અસફળ રહી. ભાજપે રવિવારે રાજ્યપાલને જાણકારી આપી કે સંખ્યાબળ ઓછું હોવાના કારણે એકલા સરકાર ન બનાવી શકે. જણાવી દઈએ કે ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યું હતું પરંત બંને પાર્ટીઓ વચ્ચે સીએણ પદને લઈ ખેંચતાણ એવી વધી હતી કે રાજ્યમાં અત્યાર સુધી સરકાર બનાવવાને લઈ સ્થિતિ સ્પષ્ટ નહોતી થઈ શકી.

ભાજપ દ્વારા સરકાર બનાવવામાં અસમર્થતા દાખવ્યા બાદ રાજ્યાલે બજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. ભાજપ સાથે પોતાની શરતો મનાવવાની જીદ પર પકડીને બેઠેલ શિવસેનાને હવે એનસીપી અને કોંગ્રેસની શરતો પર સરકાર બનાવવાની કવાયત કરવી પડશે. એનસીપી નેતા નવાબ મલિકે શિવસેનાને સ્પષ્ટ કહી દીધું કે જો તેમનું સમર્થન જોઈતું હોય તો શિવસેનાએ કેન્દ્રમાં એનડીએથી અલગ થવું પડશે અને મંત્રીમંડળથી રાજીનામું આપવા માટે કહેવું પડશે.

બીજી તરફ શિવસેનાના મંત્રી અરવિંદ સાવંતે મંત્રી પદ પરથી રાજીનામું આપવાનું એાલન પણ કરી દીધું છે. એવામાં એનસીપી અને શિવસેના વચ્ચે વાત બનતી દેખાઈ રહી ચે. જો કે કોંગ્રેસ વિપક્ષમાં બેસવાની વાત કરી રહી છે પરંતુ પાર્ટીની થનાર બેઠક બાદ આના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના રાજનૈતિક હાલાતને લઈ કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે.

સરકાર બનાવવાને લઈ સંજય નિરુપમે કોંગ્રેસ-NCPને ચેતવ્યા, કહી આ વાત

English summary
after high command meeting decision will be taken: maharashtra Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X