For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર બનાવવાને લઈ સંજય નિરુપમે કોંગ્રેસ-NCPને ચેતવ્યા, કહી આ વાત

સરકાર બનાવવાને લઈ સંજય નિરુપમે કોંગ્રેસ-NCPને ચેતવ્યા, કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સંજય નિરુપમે રાજ્યના એવા નેતાઓની આલોચના કરી જેઓ મહારાષ્ટ્રમાં આગલી સરકાર રચવા માટે શિવસેનાને સમર્થન આપવા પર વિચાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો મામલો હજુ પણ ઉકેલાયો નથી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપે બહમત ન હોવાના કારણે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે ભાજપના ઈનકાર બાદ રાજ્યપાલ ભરત સિંહ કોશ્યારીએ બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. શિવસેનાને સરકાર બનાવવા માટે કોંગ્રેસ-એનસીપીના સમર્થનની જરૂરત છે અને આ બંને પાર્ટીઓને નેતાઓ પણ સમર્થન આપવાના પક્ષમાં બોલતા જોવા ળી રહ્યા છે. આ દરમિયાન સંજય નિરુપમે પોતાની પાર્ટી અને કોંગ્રેસ તથા સહયોગી પાર્ટી એનસીપીને ચેતવતા કહ્યું કે ભાજપ અને તેની સહયોગી શિવસેના વચ્ચે ચાલી રહેલ વાક્યુદ્ધ માત્ર એક નાટક છે અને કોંગ્રેસે તેનાથી દૂર રહેવું જોઈએ.

નિરુપમે કોંગ્રેસ-NCPને ચેતવ્યા

નિરુપમે કોંગ્રેસ-NCPને ચેતવ્યા

મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું કે, 'તેમને શું થઈ ગયું છે? કોઈ કોંગ્રેસી નેતા શિવસેનાને સમર્થન વિશે કેવી રીતે વિચારી શકે?' નિરુપમે કહ્યું કે, કોંગ્રેસે શિવસેનાના નાટકમાં ફસાવવું ન જોઈએ. આ જૂઠું છે. આ સત્તામાં વધુ ભાગીદારી માટે તેનો સ્થાયી ઝઘડો છે. જણાવી દઈએ કે હાલમાં જ થયેલ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ નિરુપમ પાર્ટીથી નાખુશ હતા. કોંગ્રેસમાં સામેલ થતા પહેલા શિવસેના સાથે જોડાયેલ નિરુપમે કહ્યું કે, મારી સમજ મુજબ શિવસેના ક્યારેય પણ ભાજપના પડછાયાથી બહાર નથી આવ્યા.

ગોટાળામાં ના ભળવા ચેતવણી

આની સાથે જ તેમણે પોતાની પાર્ટીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી સાથે દુર્વ્યવહાર કરવાને લઈ ચેતવ્યા. તેમણએ કહ્યું કે આ એક નિરર્થક કવાયત થવા જઈ રહી છે. ઉમ્મીદ છે કે રાજ્યના નેતા આ સચ સમજશે. જેને બદલે આપણે 2014ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે આપણી પાર્ટીનો વોટશેર બે ટકા ઓછો હોવાને લઈ આત્મમંથન કરવું જોઈએ. નિરુપમે કહ્યું કે, આપણે 17 ટકાથી ઘટી 15 ટકા પર પહોંચી ગયા. એક દળ તરીકે આપણે ત્રીજાથી ખસકીને ચોથા સ્થાને પહોંચી ગયા છીએ.

શિવસેનાને સરકાર બનાવવા નિમંત્રણ

શિવસેનાને સરકાર બનાવવા નિમંત્રણ

જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે જો શિવસેના તેમની પાર્ટીના સમર્થનથી સરકાર બનાવવા માંગે છે તો તેમણે ભાજપથી અલગ થવું પડશે. જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને સુશીલ કુમાર શિંદે જેવા વરિષ્ઠ નેતા શિવસેના સાથે કોઈપણ પ્રકારના સંબંધ વિરુદ્ધ છે. શિંદેએ કહ્યું કે કોંગ્રેસ એક ધર્મનિરપેક્ષ દળ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને શિવસેના વિચારધારાના સ્તર પર બિલકુલ અલગ છે અને મલ્લિકાર્જુન ખડકે પહેલા જ કહી ચૂક્યા છે કે બંને દળોના સાથે આવવાનો સવાલ જ નથી.

ભાજપ સાથે શિવસેનાની 30 વર્ષની દોસ્તી ટૂટી, અરવિંદ સાવંત કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપશેભાજપ સાથે શિવસેનાની 30 વર્ષની દોસ્તી ટૂટી, અરવિંદ સાવંત કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપશે

English summary
sanjay nirupam warns congress-ncp regarding government formation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X