For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા વિશે સવાલ ઉઠ્યા તો દીપિકા પાદુકોણે આ રીતે આપ્યો જવાબ

દીપિકાએ 29 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેણે પોતાની નાગરિકતા વિશે જનતાની શંકાને દૂર કરી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલમાં જ પોતાના ટ્વિટર પર 'ઈંક્ડ ફિંગર' સેલ્ફી શેર કરી છે. દીપિકાએ 29 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેણે પોતાની નાગરિકતા વિશે જનતાની શંકાને દૂર કરી. તેણે સ્પષ્ટ કર્યુ કે તે એક ભારતીય છે અને તેને એનો ગર્વ છે.

આ પણ વાંચોઃ સની દેઓલ પર 53 કરોડનું દેવુ, અસલી નામ વિશે સોગંદનામામાં કર્યો ખુલાસોઆ પણ વાંચોઃ સની દેઓલ પર 53 કરોડનું દેવુ, અસલી નામ વિશે સોગંદનામામાં કર્યો ખુલાસો

‘હું ક્યાંથી છુ તેના પર શંકા નથી'

ટ્વિટર પર પોતાની ઈંક્ડ ફિંગર ફોટો શેર કર્યા બાદ દીપિકાએ લખ્યુ કે, ‘હું કોણ છુ અને ક્યાંથી છુ એ અંગે ક્યારેય પણ મનમાં શંકા નથી રહી. તો જે લોકોને મારા વિશે શંકા છે તે શંકા ન રાખે... જય હિંદ #proudtobeanindian #govote.' વાસ્તવમાં દીપિકાનો જન્મ ડેન્માર્કમાં થવાના કારણે તેમની નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ જ કારણ છે કે દીપિકાએ આ સંદેશ લખ્યો છે.

‘મેરી પાસે ભારતીય પાસપોર્ટ છે'

‘મેરી પાસે ભારતીય પાસપોર્ટ છે'

બોલિવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર દીપિકાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, ‘મારો ડેન્માર્કમાં થયો છે પરંતુ તેમછતાં મારી પાસે ભારતીય નાગરિકતા છે. મારી પાસે ભારતીય પાસપોર્ટ છે. બહુ બધી મુશ્કેલીઓ છે પરંતુ હું એક ભારતીય છુ અને મને તેના પર ગર્વ છે.' દીપિકાના આ નિવેદન બાદ તેમની નાગરિકતા વિશે શંકા ફેલાઈ ગઈ હતી પરંતુ પોતાની લેટેસ્ટ પોસ્ટથી દીપિકાએ હવે સ્પષ્ટ કરી દીધુ છે કે તે એક ભારતીય છે.

ભારતમાં મત નથી આપી શકતી આલિયા

ભારતમાં મત નથી આપી શકતી આલિયા

બીજી તરફ અભિનેત્રી આલિયા ભટ્ટને જ્યારે મતદાન વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે સ્પષ્ટ કહ્યુ હતુ કે તે ભારતમાં મત આપવા માટે હકદાર નથી કારણકે તેમની પાસે ભારતીય નહિ પરંતુ બ્રિટિશ નાગરિકતા અને પાસપોર્ટ છે.

English summary
Deepika Padukone clears rumours about her Indian citizenship, shares inked finger selfie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X