• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી મુદ્દે માત પામેલા અડવાણી કઇ નવી ચાલ ચાલી શકે?

|

પાર્ટી વિથ ડિફરન્સ સાથે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય મહિનાઓથી આગામી લોકસભા ચૂંટણી 2014 માટે પાર્ટીમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની સત્તાવાર જાહેરાતના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી શકી નથી. છેલ્લા બે ત્રણ દિવસના ઘટનાક્રમનું વિહંગાવલોકન કરીએ તો સ્પષ્ટ નજરે ચઢે છે કે ભાજપમાં નરેન્દ્ર મોદી મુદ્દે બે સ્પષ્ટ જુથો બહાર આવ્યા છે. મોદી તરફી અને મોદી વિરોધી. ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની આગેવાનીમાં નરેન્દ્ર મોદી વિરોધી જુથે મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નહીં થવા દેવા માટે તમામ પ્રકારના દાવ પેચ અપનાવી લીધા છે. આમ છતાં અડવાણી મોદી સામે હારી ગયા છે.

હવે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે અડવાણીની ઇચ્છાની ઉપરવટ જઇને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવા માટેનો તખ્તો ગોઠવી દીધો છે. આજે સાંજે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં ઔપચારિક દરખાસ્ત પસાર કર્યા બાદ માત્ર નામની ઘોષણા કરવાની બાકી રાખવામાં આવી છે. આ માટે અડવાણીને બાદ કરતા બોર્ડના તમામ સભ્યોને રાજનાથે મનાવી લીધા છે. આ સ્થિતિમાં દરેકને પ્રશ્ન થાય કે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની તક ગુમાવી બેઠેલા અને મોદીને આ પદ માટે રોકી નહીં શકેલા અડવાણી હવે કેવી રમત રમશે અથવા તેમના આગામી પગલાં શું હશે. આ મુદ્દે કેટલીક શક્યતાઓ ઉભી થાય છે જે આ મુજબ છે...

અડવાણી હવે શું કરશે?

અડવાણી હવે શું કરશે?

ભાજપના નેતાઓ અડવાણીની નવી ચાલ શું હોઇ શકે તેનો કોઇ અંદાજ લગાવી શક્યા નથી. એક પછી એક મુદ્દે હાર ભોગવી રહેલા અને પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહેલા અડવાણી ગોવાની જેમ આજની સંસદીય બોર્ડની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જો આવુ્ં થાય તો અડવાણી કાર્યકર્તાઓનો ઉત્સાહ ભંગ કરવામાં આને પાર્ટીને નીચું દેખાડવામાં સફળ બનશે.

નરેન્દ્ર મોદીને સ્વીકારો

નરેન્દ્ર મોદીને સ્વીકારો

આ ઘટનાક્રમ બાદ નરેન્દ્ર મોદીના સમર્થકોમાં અડવાણી પ્રત્યેનો આદર ઘટી રહ્યો છે. પાર્ટીમાં પોતાનો દરજ્જો ટકાવી રાખવા માટે અડવાણી નરેન્દ્ર મોદીને નેતા તરીકે સ્વીકારીને તેમની સાથેની કડવાશ દૂર કરવાનો માર્ગ અપનાવી શકે. જો આમ થશે તો અડવાણી પોતાના સમર્થકોને મોદીની ટીમમાં યોગ્ય સ્થાન અપાવી શકશે.

છેલ્લા શ્વાસ સુધી લડતા રહે

છેલ્લા શ્વાસ સુધી લડતા રહે

અડવાણી માટે આ પાર કે પેલે પાર જેવી સ્થિતિ છે. નરેન્દ્ર મોદીને નેતા તરીકે સ્વીકારે નહીં અને વિરોધ ચાલુ રાખી શકે છે. આ માટે તેમણે પોતાની નારાજગીને સાર્વજનિક કરવી પડશે. જો કે તેના ગંભીર પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે.

ધીરજ ધરવી પડે

ધીરજ ધરવી પડે

વચલા માર્ગ રૂપે અડવાણીએ અત્યારે પાર્ટી જેમ નિર્ણય લે છે તેને સ્વીકારીને લોકસભા ચૂંટણી 2014ના પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવાનો વિકલ્પ છે. આમ કરવાથી ભવિષ્યમાં તેઓ પોતાનું વર્ચચ્વ વધારે મજબૂત બનાવી શકે છે.

પીએમ બનવાની તક

પીએમ બનવાની તક

જો પરિણામો નરેન્દ્ર મોદીની વિરુદ્ધ આવ્યા તો પીએમ બનવાનો ચાન્સ અડવાણીની સાથે નરેન્દ્ર મોદી પણ ગુમાવશે. આનો ફાયદો અડવાણીને એટલો થશે કે તેમની રાજકીય કુનેહને ફરી વાર પાર્ટીની સેવા કરવામાં વાપરવાની તક મળશે.

English summary
Defeated on Modi issue Advani may take this hard steps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more