રક્ષામંત્રી રાજનાથ સિંહ કાલે રશિયા જવા રવાના થશે
રક્ષામંત્રી રાજનાથ સિંહ કાલે રશિયા જવા રવાના થશે
નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમા ભારત અને ચીન વચ્ચે થયેલ અથડામણ બાદ સીમા પર તણાવને લઇ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે બેઠક કરી. આ બેઠકમાં ભારત-ચીન વચ્ચે એલએસી પર ણાવને લઇ હાલાતની સમીક્ષા કરવામાં આવી. બેઠખમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સેનાના ત્રણેય પાંખના પ્રમુખ હાજર રહ્યા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ભારતે એલએસી પર તણાવ નથી વધાર્યો, પરંતુ જો બીજો પક્ષ તણાવ વધારે છેતો તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. બેઠકમા સેનાઓની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી.

જેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા જ સ્પષ્ટ કર્યું કે સેના પોતાની જમીની હાલતને જોતા જેવી જરૂરત પડે તેવો નિરણય લે. રક્ષા મં્રી રાજનાથ સિંહ કાલે રશિયા જઇ રહ્યા છે. પોતાની યાત્રા પહેલા તેમણે સમીક્ષા બેઠક કરી. આ ેઠક આજે સવારે 11 વાગ્યે શરૂ થઇ હતી.
ભારત-ચીન તણાવને લઇ રક્ષા મંત્રી અગાઉ પણ બેઠક કરી ચૂક્યા છે. બુધવારે પણ રક્ષામંત્રીએ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે મહત્વની બેઠક કરી હતી. બેઠકમાં લદ્દાખ અથડામણને ધ્યાનમાં રાખી એલએસી પર સ્થિતિની સમીક્ષા કરવમાં આવી. બેઠકમાં ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપન રાવત, ભૂમિદળના સેનાધ્યક્ષ જનરલ એમએસ નરવાને, નેવીના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેનાના એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ ભાગ લીધો હતો.
આ બેઠક બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે વીરોના બલિદાનને યાદ કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, ગલવાનમાં સૈનિકોનું નુકસાન દર્દનાક છે. આપણા સૈનિકોએ અનુકરણીય સાહસ અને વીરતાનો પરીચય આપ્યો અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાઓનું નિર્વાહ કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું.
જણાવી દઇએ કે પૂર્વી લદ્દાખણાં ચીની સૈનિકો સાથે થયેલ હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવવા પ્ડયા હતા. આ હિંસક અથડામણ એવા સમયે શરૂ થઇ હતી જ્યારે ભારતીય સૈનિક સરહદમાં ભારતના ભાગ તરફ ચીની સૈનિકો દ્વારા લગાવવામાં આવેલા ટેન્ટ હટાવવા ગયા હતા. સૂત્રો મુજબ આ અથડામણમાં ચીનના 40 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા હતા.












Click it and Unblock the Notifications
