
દિલ્હી પર ટીમ કેજરીવાલની ફતેહ, 67 બેઠકો જીતી રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: આજનો દિવસ દિલ્હીના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે, જે મોટી પાર્ટીઓનું અને દિલ્હીવાસીઓનું ભવિષ્ય નક્કી કરશે. આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણના શરૂ થઇ ગઇ છે. જુઓ લાઇવ ચૂંટણી પરિણામ આ પેજ પર. જોવાનું એ રહેશે કે દિલ્હી ભાજપની થશે કે આપની.
8.00 pm: અરવિંદ કેજરીવાલ 14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભનું આયોજન રામલીલા મેદાનમાં કરવામાં આવશે. એવી જ રીતે જેમ એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.
7.30 pm: કેજરીવાલે દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો એલજી સમક્ષ કર્યો.
7.00 pm: અરવિંદ કેજરીવાલ વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા.
5:50 pm: આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી.
3:39 pm: ત્રણ વાગ્યા સુધી તમામ પરિણામો આવી ગયા, ત્યાં સુધી 67 બેઠકો આપના ખાતામાં, ભાજપને ત્રણ અને કોંગ્રેસને શૂન્ય બેઠક મળી.
12:20 pm: જનકપુરીથી રાજેશ રિષી જીતી ગયા છે. કિરણ બેદી હવે આગળ ચાલી રહ્યા છે. બાબરપુરથી આપના ગોપાલ રાય જીતી ગયા છે.
12:14 pm: આપ પાર્ટીની મધુ ગૌડ પાલમથી જીતી છે. આપના કર્નલ દેવેન્દ્ર શેરાવત જીતી ગયા છે.
12.00 pm: અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠકથી જીતી ગયા છે. કેજરીવાલ 26 હજાર વોટથી જીત્યા.
11:55 am: સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી જીતી ગયા છે. તેમણે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને હરાવી.
11:40 am: અણ્ણા હઝારેએ જણાવ્યું કે આ કિરણ બેદીની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની હાર છે. કેજરીવાલે પોતાની જૂની ભૂલો વાગોળવી જોઇએ નહીં.
11:30 am:
કેજરીવાલે શું કહ્યું...
કેજરીવાલે લોકોને જણાવ્યું કે 'મિત્રો આ સત્યની જીત છે. જ્યારે આપણે સત્યના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે જીત ચોક્કસ મળે છે.' આ દરમિયાન કેજરીવાલે પોતાની પત્ની અને પિતાનો પરિચય લોકો સાથે કરાવ્યો. તેમણે જણાવ્યું કે 'આ મારી પત્ની છે, તેં હંમેશા મારી સાથે આવતા ડરે છે કેમકે તે સરકારમાં કામ કરે છે. તેને ભય હતો કે સરકાર તેની વિરુદ્ધ કાર્ય કરશે. આજે હું તેને ખેંચીને લઇને આવ્યો છું, કે ચલ હવે તારા વિરુદ્ધ કોઇ એક્શન નહી લે. આ મારા પિતાજી છે. જેમનો મારી સાથે આશિર્વાદ છે. પરિવારના સાથ અને આશિર્વાદ વગર હું કોઇ કામ ના કરી શકત. હું એકલો કામ કરી શકું તેમ નથી મને તમારા સમર્થન જરૂર છે.'
10:45 am: અજય માકને કોંગ્રેસના મહાસચિવ પદથી રાજીનામુ આપ્યું છે. હવે જનતા પૂછી રહી છે કે રાહુલ ગાંધીને શું કરવું જોઇએ. શું તેમણે ઉપાધ્યક્ષ પદ પર બની રહેવું જોઇએ?
10:38 am: કિરણ બેદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આમ આદમી પાર્ટીની જીત માટે અરવિંદ કેજરીવાલને શ્રેય આપ્યો છે.
10:34 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેજરીવાલને શુભેચ્છા આપવાની સાથે સાથે દિલ્હીના ચારેય તરફ વિશ્વાસમાં સહયોગનું આશ્વાસન આપ્યું.
10:32 am: દેશભરમાં મોટી લહેર બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી બર્બાદી કગાર પર પહોંચી ગઇ છે. ભાજપ માત્ર 6 બેઠકો પર સમેટાઇ ગઇ છે. જ્યારે આમ આદમી પાર્ટી 63 બેઠકો પર આગળ છે. જ્યારે બસપા અને કોંગ્રેસ શૂન્ય પર છે.
Spoke to @ArvindKejriwal & congratulated him on the win. Assured him Centre's complete support in the development of Delhi.
— Narendra Modi (@narendramodi) February 10, 2015
10:28 am: કોંગ્રેસના તમામ વોટ આપ પાર્ટીના ખાતામા ગયા એ વાત તો હજમ થઇ ગઇ, પરંતુ ભાજપના વોટ કેવી રીતે આપની પાસે આવ્યા, તે સૌથી મોટી ચર્ચાનો વિષય છે.
10:10 am: અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીએ ફોન કરીને શુભેચ્છા પાઠવી, અને તેમને ચા માટે આમંત્રિત કર્યા.
10:06 am: ભાજપના મુખ્યમંત્રી પદની ઉમેદવાર કિરણ બેદી પોતાના વિધાનસભા ક્ષેત્ર કૃષ્ણનગર વિધાનસભા ક્ષેત્રથી પાછળ ચાલી રહી છે.
10.00 am: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર સ્વીકાર કરતા ભારતીય જનતા પાર્ટીએ આપને આપી શુભેચ્છા.
9:53 am: ટ્રેંડ- આપ 59, ભાજપ 10, કોંગ્રેસ 0
9:50 am: ભાજપની શાજિયા ઇલમીએ જણાવ્યું કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. આટલા ઉતાવળે આપની ઉજવણી ના કરો. તેમણે જણાવ્યું કે આપ આવી જશે તો પણ વચનો પૂરા નહીં કરી શકે.
9:48 am: બાલિકા વધૂમાં આનંદીની સાસુ એટલે કે સ્મિતા બંસલ કુમાર વિશ્વાસને શુભેચ્છા આપવા પહોંચી.
Wishing @DrKumarVishwas a very happy birthday . . pic.twitter.com/J5mzwntETt
— Smita Bansal (@BansalSmita_) February 10, 2015
9:40 am: આપ પાર્ટીના કાર્યકર્તાઓના કાર્યાલય પર જમાવડો.
9:38 am: આપ પાર્ટીના કુમાર વિશ્વાસનો આજે જન્મ દિવસ છે. તેમણે અને કેજરીવાલ, અને મનીષ સિસોદિયાએ મળીને કેક કાપી.

9:30 am: દિલ્હીમાં કોંગ્રેસ શૂન્ય પર ચાલી રહી છે. તાજા ટ્રેંડમાં આપ પાર્ટીને 52 બેઠકો પર, ભાજપ 13 બેઠકો પર આગળ છે.
9:34 am: અજય માકન બીજા નંબર પર ચાલી રહ્યા છે. કિરણ વાલિયાને હજી સુધી માત્ર 332 વોટ મળ્યા છે.
9:30 am: સદર બજારથી અને ચાંદની ચોકથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.
9:20 am: કૃષ્ણા નગર બેઠકથી ભાજપની કિરણ બેદી 1000 વોટોથી પાછળ છે.
9:10 am: ચૂંટણી પંચની વેબસાઇટના આંકડાઓ અનુસાર આમ આદમી પાર્ટી મોટી જીત તરફ.
9:00 am: આમ આદમી પાર્ટી 50 બેઠકો પર આગળ છે. ભાજપને મોટો ઝટકો.
9.33 am: શાહનવાઝ હુસેને જણાવ્યું કે અમને આવા પરિણામોની આશા ન્હોતી અમે તેનું આકલન કરીશું.
8:55 am: હાલના ટ્રેંડ્સ પ્રમાણે આપને 47, ભાજપને 10, કોંગ્રેસને 1 અને અન્યને 1 બેઠક મળતી દેખાય છે.
8:50 am: નવી દિલ્હીથી આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલ આગળ. ભાજપની નુપૂર શર્મા સાથે છે મુકાબલો.
8:46 am: કોંગ્રેસના અજય માકન પાછળ ચાલી રહ્યા છે, સદર બાજારમાં આપ આગળ.
8: 41 am: લક્ષ્મી નગરથી કોંગ્રેસના ડો.વાલિયા આગળ.
8: 35 am: પટપડગંજથી મનિષ સિસોદિયા આગળ, ભાજપના બિન્ની પાછળ
8:31 am: કૃષ્ણાનગરથી કિરણ બેદી આગળ.
8:30 am: લક્ષ્મીનગરથી કોંગ્રેસના ડો. વાલિયા આગળ
8:22 am: જનકપુરીથી ભાજપના જગદીશ મુખી આગળ.
8:16 am: મંગોલપુરીથી આપની રાખી બિડલા આગળ.
8:15 am: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના ટ્રેંડ આવવાનું શરૂ થઇ ગયું. એક બેઠક પર ભાજપ તો એક બેઠક પર આપ પાર્ટી આગળ છે.
8:00 am: પોતાના ઘરેથી પટેલ નગર જવા માટે નિકળ્યા અરવિંદ કેજરીવાલ.
7:30 am: બસ થોડી જ ક્ષણોમાં મતગણના શરૂ થઇ જશે. અને બેઠકોના રૂઝાનો આવવાના શરૂ થઇ જશે. મતગણના કેન્દ્રો પર કડક સુરક્ષા.
East Delhi : Security tightened outside counting centre #DelhiPollResults pic.twitter.com/8JTUm8YzmX
— ANI (@ANI_news) February 10, 2015