દિલ્લી વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન, જાણો ક્યારે શું થશે
દિલ્લી વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ગયુ છે. જાણો અહીં.
દિલ્લી વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ગયુ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દિલ્લીમાં આદર્શ આચાર સંહિતા તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે. તેમણે જણાવ્યુ કે દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ એક તબક્કામાં હશે જ્યારે ચૂંટણીના પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ આવશે. આવો જાણીએ દિલ્લી ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની તારીખો વિશે...

દિલ્લી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની તારીખો
અધિસૂચનાની તારીખ - 14 જાન્યુઆરી
નામાંકનની અંતિમ તારીખ -21 જાન્યુઆરી
નામાંકનની તપાસ - 22 જાન્યુઆરી
નામાંકન વાપસીની અંતિમ તારીખ - 24 જાન્યુઆરી
મતદાનની તારીખ - 8 ફેબ્રુઆરી
મતગણતરીની તારીખ - 11 ફેબ્રુઆરી
સુનીલ અરોરાએ જણાવ્યુ કે દિલ્લીની એનસીટીમાં કુલ 1,46,92,136 મતદારો છે, મતદાન 13750 મતદાન કેન્દ્રો પર થશે.












Click it and Unblock the Notifications
