Delhi Election 2025 : દિલ્લીમાં મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધી 57.78 ટકા મતદાન
Delhi Assembly Election 2025 : દિલ્લી વિધાનસભા ચુંટણી માટે મતદાન પુર્ણ થઈ ગયુ છે. તમામ 70 બેઠકો માટે મતદાન યોજાયું.
મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધી ચાલી. ચૂંટણી પંચના આંકડા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી દિલ્લી ચુંટણીમાં 57.78 ટકા મતદાન નોંધાયું છે.

દિલ્લી વિધાનસભા ચુંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદાતાઓને આકર્ષવા મેદાને હતા.
મતદાન દરમિયાન વિવિધ મતદાન કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી, જેથી શાંતિપૂર્ણ અને સ્વતંત્ર મતદાન સંભવ બની શકે. ચૂંટણી માટે વિવિધ વય જૂથના મતદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ખાસ યુવા મતદાતાઓ અને મહિલાઓમાં મતદાન પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. દિલ્લીના વિવિધ વિસ્તારોમાં લાંબી લાઈનો જોવા મળી અને મતદાતાઓએ લોકશાહીની આ ઉત્સવ માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો.
દિલ્લી વિધાનસભા ચુંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોની જીત થશે અને સરકાર કોણ બનાવશે તે માટે સમગ્ર દેશની નજર 8 ફેબ્રુઆરીના પરિણામો પર રહેશે.












Click it and Unblock the Notifications
