Delhi Budget 2023-24: કેજરીવાલ સરકાર આજે રજૂ કરશે બજેટ, નાણામંત્રીએ કહ્યુ - દિલ્લી માટે ઐતિહાસિક દિવસ હશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે તેને મંજૂરી આપ્યા બાદ દિલ્લી સરકાર બુધવારે તેનુ વાર્ષિક બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. દિલ્લી વિધાનસભાની બેઠક બુધવારે સવારે 11 વાગે શરુ થશે અને આ દરમિયાન બજેટ રજૂ કરવામાં આવશે.

Delhi Budget 2023-24: દિલ્લીના નાણામંત્રી અશોક ગહેલોત આજે બુધવારે દિલ્લી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. બજેટ 11 વાગે દિલ્લી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે બજેટ બુધવારે રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે દિલ્લી વિધાનસભાની બેઠક બુધવારે સવારે 11 વાગે શરુ થશે અને આ દરમિયાન બજેટ રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે તેને મંજૂરી આપ્યા બાદ દિલ્લી સરકાર બુધવારે તેનુ વાર્ષિક બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. દિલ્લીના બજેટને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આમ આદમી પાર્ટી (આપ)ની અરવિંદ કેજરીવાલ સરકાર વચ્ચે અનેક આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર બજેટ અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તો એ જ ભાજપના નેતાઓએ કહ્યું છે કે 17 માર્ચે જ ગૃહ મંત્રાલયે કેજરીવાલ સરકારને સમસ્યાઓ વિશે જાણ કરી હતી પરંતુ દિલ્લી સરકારે તેનો જવાબ આપ્યો ન હતો. જો કે, મંગળવારે બધુ નાટકીય રીતે થંભી ગયુ હતુ જે બાદ દિલ્લીના નાણામંત્રી કૈલાશ ગેહલોતે કહ્યુ છે કે બુધવારે સવારે 11 વાગે દિલ્લી વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે.
દિલ્લીના નાણામંત્રી કૈલાશ ગેહલોતે ટ્વીટ કર્યુ કે, 'કાલે (બુધવારે) હું અરવિંદ કેજરીવાલ સરકારનુ નાણાકીય વર્ષ 2023-24નુ બજેટ રજૂ કરીશ.' દિલ્લીના નાણામંત્રી તરીકે આ મારુ પ્રથમ બજેટ છે. આ બજેટ નાગરિકોના શ્રેષ્ઠ હિત માટે અને આપણા શહેરને નવી ઊંચાઈઓ પર લઈ જવાનુ છે. આવતીકાલનો દિવસ દિલ્લીના વિકાસ માટે ઐતિહાસિક દિવસ તરીકે યાદ કરવામાં આવશે.
Tomorrow, I shall present the @ArvindKejriwal Govt’s Budget for FY 2023-24 & my 1st as Delhi’s Finance Minister.
— Kailash Gahlot (@kgahlot) March 21, 2023
This budget is poised to serve the best interest of citizens & take our city to greater heights.
Tomorrow will be recalled as a historic day for Delhi’s development. pic.twitter.com/vcNZP5QggH
તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે દિલ્લી સરકારના બજેટને મંજૂરી આપી. દિલ્લીના બજેટ પર સવાલ ઉઠાવતા ગૃહ મંત્રાલયે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ સરકારે જાહેરાતો પર વધુ ખર્ચ કર્યો છે. ગૃહ મંત્રાલય (MHA) એ કેજરીવાલ સરકારને પૂછ્યું હતું કે જાહેરાતો પર આટલો બધો ખર્ચ કેમ કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય (MHA) એ જાહેરાતો માટે ભંડોળની ફાળવણી અંગે સ્પષ્ટતા ફરીથી સબમિટ કરવા કહ્યુ હતુ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
