દિલ્હીના બુરાડીમાં આત્મહત્યા કરનાર પરિવારના 11 લોકોનો ગુજરાતમાં પુનર્જન્મ?
વાયરલ થઈ રહેલા દાવામાં કહેવામાં આવી રહ્યુ છે કે બધા 11 લોકોનો પુનર્જન્મ થઈ ગયો છે. સુરતમાં એક પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યા છે.
દિલ્હીના બુરાડીમાં આત્મહત્યા કાંડ (એક જ પરિવારના 11 લોકોની એક સાથે આત્મહત્યા) 21 સદીના લોકો માટે અંધવિશ્વાસથી કમ નથી. કેટલાક લોકો તો આને અંધવિશ્વાસની પરાકાષ્ઠા માને છે. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે ગયા 30 જૂનના રોજ પરિવારના 11 લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની ગુત્થી હજુ ઉકેલાઈ પણ નહોતી કે એક નવો કેસ સામે આવી ગયો છે. આ કેસ મોક્ષ પ્રાપ્તીનો છે. સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે એક દાવો કરવામાં આવી રહ્યો છે જે ચોંકવનારો છે.

બધા 11 લોકોનો પુનર્જન્મ
વાયરલ થઈ રહેલા આ દાવામાં કહેવામાં આવી રહ્યુ છે કે બધા 11 લોકોનો પુનર્જન્મ થઈ ગયો છે. સુરતમાં એક પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બધા બુરાડીના લોકો જ છે જેમનો પુનર્જન્મ થયો છે. જો કે આની તપાસ કરવા પર માલુમ પડ્યુ કે જે ફોટાના આધારે આ કહેવામાં આવી રહ્યુ છે તે સાત વર્ષ જૂનો છે.

કોઈનું મોત નહિ થાય પરંતુ નવુ જીવન મળશે
તમને જણાવી દઈએ કે લલિત ભાટિયા પરિવારના સુસાઈડ કાંડની તપાસમાં એક રજિસ્ટર મળ્યુ હતુ જેમાં આખા પરિવારના સુસાઈડ વિશે લખ્યુ હતુ. રજિસ્ટરમાં લખ્યુ હતુ કે સુસાઈડ દરમિયાન બધાના હાથ બાંધેલા હશે. આમાંથી કોઈનું મોત નહિ થાય પરંતુ નવુ જીવન મળશે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા ફોટા સાથે એક મેસેજ પણ લખ્યો છે, ‘શું લલિત ભાટિયાના પરિવારને નવી જિંદગી મળી ગઈ?' આ ઉપરાંત એક વીડિયો પણ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા એક સાથે ઘણા બાળકોને જન્મ આપે છે.

ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર સુરત
આ વીડિઓમાં હિંદુત્વ નમો નમઃ નામના ફેસબુક પ્રોફાઈલથી પોસ્ટ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટમાં લખ્યુ હતુ કે આ વીડિયો પુનર્જન્મને ન માનનારાના ગાલ પર તમાચો છે. વળી વાયરલ ફોટાની વાત કરીએ તો આ ફોટોમાં એક પોસ્ટર બતાવવામાં આવી રહ્યુ છે જેમાં ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર સુરત લખેલુ છે.












Click it and Unblock the Notifications
