કેજરીવાલની નવી સ્કીમ ડોર સ્ટેપ ડિલીવરી સેવામા પહેલા જ દિવસે આવ્યા 25000 કોલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ડોર સ્ટેપ ડિલીવરી સેવા લોન્ચ કરી છે. આ સેવાના પહેલા દિવસે જ ઓપરેટર્સને 25,000 કોલ્સ મળ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ડોર સ્ટેપ ડિલીવરી સેવા લોન્ચ કરી છે. આ સેવા હેઠળ ડ્રાઈવિંગ લાયસન્સ અને લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિત 40 સરકારી સેવાઓ ઘરે બેઠા પૂરી પાડવામાં આવશે. સેવાના પહેલા દિવસે મળેલા કોલ બાદ જ સીએમ કેજરીવાલે ઓપરેટર્સ અને ફોન લાઈન્સના નંબર વધારવા માટે કહી દીધુ છે. આ સેવાના પહેલા દિવસે જ ઓપરેટર્સને 25,000 કોલ્સ મળ્યા છે.

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર દિલ્હીમાં સોમવારે શરૂ થઈ ડોર સ્ટેપ ડિલીવરીના પહેલા દિવસે ઓપરેટર્સને 25,000 ફોન કોલ્સ મળ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી આ સેવા માટે 25,000 કોલ્સ કરવામાં આવ્યા. તેમાંથી મોટાભાગના કોલ્સ ઉત્સુક લોકોના હતા તે આ સેવા વિશે વિસ્તારથી જાણવા ઈચ્છતા હતા. પહેલા દિવસે ઓપરેટર્સ માત્ર 5 ટકા લોકોના કોલ્સના જ જવાબ આપી શક્યા. 25,000 માંથી માત્ર 2,728 કોલ્સ કનેક્ટ થયા હતા જેમાંથી 1,286 નો જવાબ ઓપરેટર્સ આપી શક્યા.
મુખ્યમંત્રીના મીડિયા સલાહકારે કહ્યુ કે, 'પહેલા દિવસના કોલને જોતા ઓપરેટર્સની સંખ્યા 40 થી 80 કરવામાં આવી રહી છે. તે જ રીતે મંગળવારે ફોન લાઈન્સ વધારીને 50 થી 120 કરવામાં આવી રહી છે. જો કે બીજા દિવસે પહેલા દિવસ કરતા ઓછા કોલ આવી શકે છે કારણકે પહેલા દિવસે ઘણા લોકોએ સ્કીમ વિશે જાણવા માટે ઉત્સુકતામાં ફોન કર્યા હતા.' સ્કીમ લોન્ચના પહેલા દિવસે પ્રાપ્ત કોલમાં સૌથી વધુ ફોન રેવન્યુ ડિપાર્ટમેન્ટ માટે કરવામાં આવ્યા.
પહેલા દિવસે કુલ 559 એપોઈન્ટમેન્ટ બુક કરવામાં આવ જેમાંથી 224 માત્ર રેવન્યુ ડિપાર્ટમેન્ટની સેવા માટે હતી. ત્યારબાદ 202 એપોઈન્ટમેન્ટ ટ્રાન્સપોર્ટ સેવા અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાય માટે 20 એપોઈન્ટમેન્ટ બુક થઈ. આ ડોર સ્ટેપ ડિલીવરી હેઠળ દિલ્હીવાસીઓ ઘરે બેઠા કોઈ સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન પેપર, વોટર કનેક્શનથી લઈને બાકી સેવાઓ છે. દરેક સેવા માટે વ્યક્તિને 50 રૂપિયા આપવાના રહેશે.
વ્યક્તિને આ સેવા પર કોલ કરીને એપોઈન્ટમેનન્ટ લેવાની રહેશે. આ નંબર (1076) 24X7 કામ કરશે. વ્યક્તિ સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે. એપોઈન્ટમેન્ટ લીધા બાદ મોબાઈલ સહાયક તેમના ઘરે જરૂરી કાગળો લઈ જશે. ફાઈનલ ડોક્યુમેન્ટની ડિલીવરી પર્સન-ટુ-પર્સન કે પોસ્ટ દ્વારા કરવામાં આવશે. સ્કીમને શાસનમાં ક્રાતિકારી પરિવર્તન ગણાવતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે હવે દિલ્હીવાસીઓને સરકારી વિભાગોમાં લાંબી લાંબી લાઈનોમાં ઉભા નહિ રહેવુ પડે.












Click it and Unblock the Notifications
