For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ

ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બુધવારે અનામત અંગે મોદી સરકાર પર નિશાન સાધી અનામતને ખૂબ જ ખતરનાક ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સવર્ણ જાતિઓમાં ગરીબો માટે આપવામાં આવી રહેલ 10 ટકા અનામત અંગે મચેલ બબાલ શમવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બુધવારે અનામત અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને અનામતને ખૂબ જ ખતરનાક ગણાવ્યુ છે. જિગ્નેશના બહાને દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સવર્ણ અનામત અંગે ભાજપ પર નિશાન સાધ્યુ છે.

SC, ST અને OBC નું બધુ અનામત ખતમ કરીને માત્ર આર્થિક આધાર રાખશે

SC, ST અને OBC નું બધુ અનામત ખતમ કરીને માત્ર આર્થિક આધાર રાખશે

તમને જણાવી દઈએ કે બુધવારે દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે RSSના લોકો સાથે વાત થઈ- ભાજપ 10% ગરીબોને અનામત આપી રહી છે? જે માલુમ પડ્યુ તે ખૂબ જ ખતરનાક છે. આરએસએસ જાતિ અનામતની હંમેશા વિરોધમાં રહી છે. હજુ પહેલા ચરણમાં બંધારણમાં સુધારો કરીને આર્થિક આધાર શરૂ કરશે. બાદમાં એસસી, એસટી અને ઓબીસીનું બધુ અનામત ખતમ કરીને માત્ર આર્થિક આધાર રાખશે.

બધા લોકોને લાગી રહ્યુ છે કે ભાજપની આ જ ચાલ છે

કેજરીવાલે જિગ્નેશ મેવાણીના ટ્વીટ પર સંમતિ વ્યક્ત કરીને તેમના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યુ કે, મારી ઘણા લોકો સાથે વાત થઈ. બધા લોકોને લાગી રહ્યુ છે કે ભાજપની આ જ ચાલ છે. ખૂબ જ ખતરનાક. આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ વધુ એક ટ્વીટ કરીને લખ્યુ કે સવર્ણ સમાજના ગરીબોને લાભ મળે એ વાતની તકલીફ બિલકુલ નથી પરંતુ જેની નિયત હંમેશાથી બંધારણ અને અનામત વિરોધી રહી છે એ ભાજપવાળાઓનો આ પેંતરો બહુ ખતરનાક લાગી રહ્યો છે. કાલે બાબા સાહેબ અને બંધારણ નિર્માતાઓએ જેના પર અનામત આપ્યુ તેને જ ખતમ ન કરી દેવામાં આવે- અસલી ખતરો તો એ જ છે.

લોકસભામાં પાસ થયુ અનામત બિલ

લોકસભામાં પાસ થયુ અનામત બિલ

તમને જણાવી દઈએ કે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપવા માટે લાવવામાં આવેલ બંધારણ (124મો સુધારો) બિલ લોકસભામાં પાસ થઈ ગયુ છે. લગભગ પાંચ કલાકની ચર્ચા બાદ મંગળવારે રાતે બિલ પર મતદાન થયુ. બિલના સમર્થનમાં 323 મતો પડ્યા જ્યારે વિરોધમાં માત્ર 3 મતો પડ્યા.

આ પણ વાંચોઃ સોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુઆ પણ વાંચોઃ સોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુ

English summary
Delhi Cm arvind Kejriwal Targetes modi govt over 10 percent Reservation Jignesh Mevani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X