ઉત્તર ભારત ઠંડુગાર, અત્યારસુધી 129ના મોત, લોકો પરેશાન
નવી દિલ્હી, 5 જાન્યુઆરીઃ સતત ઠંડીના રાજધાની દિલ્હીને થથરાવી રહી છે. શનિવારે સવારે દિલ્હીના ન્યૂનતમ તાપમાન 2.9 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું. ઠંડીના કારણે સૌથી વધારે પરેશાન મુસાફરો થયાં છે, કારણ કે, ગાઢ ધુમ્મસની અસર ટ્રેન અને ફ્લાઇટ્સ પર પડી છે. હવામાન ખરાબ હોવાના કારણે 51 ટ્રેન લેટ છે, જ્યારે 14 ટ્રેનને રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આવનારા સમયમાં પણ હવામાન આવું જ રહેશે અને ઠંડીના કારણે દિલ્હી આ રીતે જ ઠંડુગાર રહેશે.

હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે કારણ વગર ઘરની બહાર ના નીકળે. ઠંડા પવનના કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં ઉંડી અસર પહોંચી છે. ખાસ કરીને આ વાતાવરણ બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. બહાર જવું અનિવાર્ય જ હોય તો સંપૂર્ણ વસ્ત્રો પહેરીને નીકળો, જેમાં માથું ઢંકાયેલું હોય.












Click it and Unblock the Notifications
