સ્પોટ ફિક્સિંગ: પોલીસની નજર હવે દાઉદ અને છોટા શકીલ પર

daud ibrahim
નવી દિલ્હી, 4 જૂન : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલાને લઇને પોલીસ હવે દાઉદ અને છોટા શકીલને આરોપી બનાવવાની તૈયારી કરી રહી છે. જાણકારી અનુસાર આ બંને પર સટ્ટેબાજો દ્વારા ખેલાડીઓને ધમકાવવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પૂછપરછમાં દાઉદ અને છોટા શકીલનું નામ આવ્યું હતું.

આ પહેલા પણ દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ જે રીતે સ્પોટ ફિક્સિંગમાં રૂપિયાની લેનદેન ચાલી રહી છે તેનાથી માલૂમ થાય છે કે આની પાછળ ડી-કંપનીનો હાથ છે.

સૂત્રોના અનુસાર સ્પેશિયલની એક ટીમ સટ્ટેબાજોના દાઉદથી સંબંધોની તપાસ કરી રહી છે. પોલીસ પોલીસ એ તપાસ કરવાની કોશિશ કરી છે કે સટ્ટેબાજોના કોલ ડિટેલમાં જે નંબર મળ્યા છે તે વાસ્તવમાં દૂબઇથી આવ્યો હતો કે પછી અન્ય દેશમાંથી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે પણ કહ્યું હતું કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં મુંબઇ અંડરવર્લ્ડ પણ સામેલ છે. જોકે તેમણે આ અંગે સીધા સીધા ના બોલતા એટલું કહ્યું હતું કે આ ફિક્સિંગના તાર વિદેશોની સાથે પણ જોડાયેલા છે અને તે લોકો અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હોઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X