દિલ્લી દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરાયુ. ચોથા દિવસે પણ 'ખરાબ' સ્તરે રહી એર ક્વૉલિટી
દેશની રાજધાનીની વાયુ ગુણવત્તા સતત ખરાબ હોવાના કારણે દિલ્લી શહેરને દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યુ છે.
Delhi most polluted city in the world: દેશની રાજધાનીની વાયુ ગુણવત્તા સતત ખરાબ હોવાના કારણે દિલ્લી શહેરને દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યુ છે. દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસમાં સતત ખરાબ એર ક્વૉલિટી નોંધવામાં આવી. વળી, પ્રદૂષણ કંટ્રોલ વિભાગના જણાવ્યા મુજબ ગયા રવિવારથી ગુરુવાર સુધી સતત હાલત ખરાબ થઈ રહી છે અને શુક્રવારે પણ એર ક્વૉલિટી ખૂબ ખરાબ રહેવાની સંભાવના છે.

16 નવેમ્બર, 2022ના રોજ વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વના 'સૌથી વધુ પ્રદૂષિત રાજધાની શહેરો 2021' ની યાદી શેર કરી. જે મુજબ 10 રાજધાની શહેરોની યાદીમાં રાષ્ટ્રીય રાજધાની ટોચ પર છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે નવી દિલ્લીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં રહી હતી. તાજેતરના સમયમાં દિલ્લીને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. સિસ્ટમ ઑફ એર ક્વૉલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) મુજબ દિલ્લીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) ગુરુવારે 249 પર રહ્યો.
નોંધનીય છે કે જો AQI 0થી 100ની વચ્ચે હોય તો તે સારુ માનવામાં આવે છે. જ્યારે 100થી 200ની વચ્ચેનો AQI મધ્યમ, 200થી 300ની વચ્ચે નબળો અને 300થી 400ની વચ્ચે અત્યંત નબળો માનવામાં આવે છે. દિલ્લીમાં આ અઠવાડિયે સતત નબળો AQI નોંધાયો છે. યાદ રાખો જો AQI 400 માર્કથી ઉપર હોય તો હવાની ગુણવત્તા ગંભીર અને ઝેરી માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
