CBI આજે તપાસશે બેંક લૉકર, મનીષ સિસોદિયાએ કર્યો કટાક્ષ, કહ્યુ - 'સીબીઆઈનુ સ્વાગત છે'
એક્સાઈઝ પોલિસી પર સકંજામાં આવેલા દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈ આવતીકાલે અમારા બેંક લૉકર જોવા આવી રહી છે.
નવી દિલ્લીઃ એક્સાઈઝ પોલિસી પર સકંજામાં આવેલા દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈ આવતીકાલે અમારા બેંક લૉકર જોવા આવી રહી છે. 19 ઓગસ્ટના રોજ મારા ઘરે 14 કલાકના દરોડામાં કંઈ મળ્યુ નથી. મનીષ સિસોદિયાએ કહ્યુ, 'લૉકરમાં પણ કંઈ નહિ મળે. CBIમાં આપનુ સ્વાગત છે. હું અને મારો પરિવાર તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશુ.' દિલ્લીના નાયબ મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈ અધિકારીઓ 30 ઓગસ્ટે તેમના બેંક લૉકરને તપાસવા આવશે.

સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં 15 લોકોના નામમાં આમ આદમી પાર્ટી(આપ) નેતાનો સમાવેશ થાય છે. આ કેસમાં આબકારી અધિકારીઓ, દારૂ કંપનીના અધિકારીઓ, ડીલરો અને કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે આ દરોડા તેમના પર AAP છોડવા, ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા અને દિલ્લીમાં સત્તાધારી પક્ષને તોડવા દબાણ કરવા માટે કરવામાં આવ્યા હતા.
દિલ્લીની આબકારી નીતિમાં ગેરરીતિઓના તમામ આરોપોને નકારી કાઢતા સિસોદિયાએ કહ્યુ કે તે સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે, 'આ લોકોને કૌભાંડની ચિંતા નથી. તેમની ચિંતા અરવિંદ કેજરીવાલ છે કે જેઓ જનતાના પ્રિય છે અને એક રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.'
તેમની સામેની એફઆઈઆરને 'સંપૂર્ણપણે નકલી' ગણાવીને દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાને અગાઉ કહ્યુ હતુ કે, 'મારી સામેની એફઆઈઆર સંપૂર્ણપણે નકલી છે. મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. ભાજપ અન્ય બિન ભાજપ રાજ્યની સરકારોને ખતમ કરવા માટે સીરિયલ કિલરની જેમ કામ કરી રહ્યા છે. તેઓ રાજ્ય સરકારોની હત્યા કરવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે તેના બદલે શાળાઓ અને હૉસ્પિટલો બનાવવા માટે તેટલો પ્રયાસ કરવો જોઈએ.'
कल CBI हमारा बैंक लॉकर देखने आ रही है. 19 अगस्त को मेरे घर पर 14 घंटे की रेड में कुछ नहीं मिला था. लॉकर में भी कुछ नहीं मिलेगा.
— Manish Sisodia (@msisodia) August 29, 2022
CBI का स्वागत है. जाँच में मेरा और मेरे परिवार का पूरा सहयोग रहेगा.












Click it and Unblock the Notifications
