Delhi Election 2025 : દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે ચૂંટણી મુશ્કેલ થઈ ગઈ છે? આ રહ્યાં 5 કારણ
Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી સત્તાધારી આમ આદમી પાર્ટી આગળ હતી. ભાજપના સૂત્રો પણ આવા જ સંકેત આપી રહ્યા હતા.
જો કે મતદાનને થોડા દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી માટે ચૂંટણી મુશ્કેલ બની રહી છે. કેટલાક એવા કારણો છે જે આ તરફ ઈશારા રહી રહ્યાં છે.

Delhi Election 2025: શું AAP માટે ચૂંટણી મુશ્કેલ બની ગઈ છે?
Delhi Assembly Election 2025 : બજેટમાં કરદાતાઓને રાહત
દિલ્હી ચૂંટણીની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 12.75 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત જાહેર કરાઈ છે.
2022ના પ્રાઈસ સર્વે અનુસાર, દિલ્હીમાં 40 લાખ કરદાતા છે, જ્યારે કુલ મતદારોની સંખ્યા 1,56,14,000 છે. દિલ્હીના 67% પરિવારો મધ્યમ વર્ગના છે, જે સૌથી મોટો મતદારોનો સમૂહ છે. આ કર રાહત બાદ મધ્યમ વર્ગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે કેજરીવાલ અને આપ માટે મોટો પડકાર બની શકે છે.
Delhi Election 2025 : મધ્યમ વર્ગમાં વિરોધ
દિલ્હીમાં AAP સરકાર વિરુદ્ધ સૌથી વધુ વિરોધી લાગણી મધ્યમ વર્ગમાં જોવા મળી રહી છે. ખરાબ રસ્તા, ગટર અને કચરાની સમસ્યા, ગંદા પાણી અને અણધાર્યા વીજ બિલો જેવી સમસ્યાઓથી આ વર્ગ પરેશાન છે.
કેજરીવાલે આ વર્ગને ખુશ કરવા કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા પરંતુ કેન્દ્રના બજેટમાં કર રાહત બાદ AAPની મુશ્કેલીઓ વધવાની આશંકા છે.
Delhi Election 2025 : મહિલા મતદારોમાં બીજેપી અને કોંગ્રેસ એન્ટ્રી
ફ્રી વીજળી, પાણી અને DTC બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી જેવી યોજનાઓથી મહિલા મતદારો કેજરીવાલના પક્ષમાં હતી. ચૂંટણી પૂર્વે AAPએ મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવાનું વચન આપ્યું. જો કે કોંગ્રેસ અને બીજેપીએ મહિલાઓ માટે વધુ કલ્યાણકારી યોજનાઓ અને દર મહિને 2,500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે.
આનાથી મહિલા મતદારોમાં ફરી વિચારણા થઈ રહી છે. વિરોધીઓ AAP પર પંજાબમાં આવા વચનો પૂર્ણ ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે બીજેપીએ પોતાના શાસિત રાજ્યોમાં આ વચનો પૂર્ણ કર્યા છે.
Delhi Election 2025 : કેજરીવાલના નેતૃત્વ પર સવાલ
AAP આ ચૂંટણીમાં કેજરીવાલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહી છે. પરંતુ જો AAP જીતે છે તો કેજરીવાલના મુખ્યમંત્રી બનવાની પરિસ્થિતિ કેવી રીતે બદલાશે?
સુપ્રીમ કોર્ટે જમાનતમાં શરતો લગાવી છે, જેનાથી તેમના માટે મુખ્યમંત્રી પદ પર રહેવું મુશ્કેલ છે. બીજેપી અને કોંગ્રેસ મતદારોને આ મુદ્દા પર સમજાવી રહી છે અને AAPને પણ મતદારોને આ પ્રશ્નનો જવાબ આપવો પડશે કે કેજરીવાલ મુખ્યમંત્રી બનવા લાયક છે તો તેમણે રાજીનામું કેમ આપ્યું?
Delhi Election 2025 : ભ્રષ્ટાચાર અને કૌભાંડના આરોપો
AAP સંપૂર્ણ શક્તિ સાથે ચૂંટણી લડી રહી છે, પરંતુ કેજરીવાલ અને અન્ય નેતાઓ પર કૌભાંડ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે અને તેઓ માત્ર તકનિકી કારણોસર જામીન પર છે.
મતદારોનો એક મોટો વર્ગ આ દાવાને સ્વીકારવા તૈયાર નથી કે આ બધું કેન્દ્રમાં સત્તાધારી બીજેપીનું કરેલું છે. કારણ કે, જો તે ફસાવાયા હોત તો સુપ્રીમ કોર્ટે જમાનતમાં કઠોર શરતો ન લગાવી હોત.
આ જ કારણો છે કે કેજરીવાલ અને AAP માટે આ ચૂંટણી વધુ પડકારજનક બની ગઈ છે.












Click it and Unblock the Notifications
