Delhi Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન
Delhi Assembly Election 2025 : રાહ જોવાઈ રહેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મીડિયા સાથે વાત કરતા ચૂંટણીની જાહેરાત કરી.
દિલ્હીમાં એક જ ચરણમાં ચૂંટણી યોજાશે. 10 જાન્યુઆરીએ ચૂંટણી માટે નોટીફિકેશન જારી કરવામાં આવશે. રાજ્યમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

જણાવી દઈએ કે, દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે. આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી અલગ અલગ ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થતા મુકાબલો ત્રિકોણીય બની ગયો છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવતા 62 સીટો જીતી હતી. બીજેપી માત્ર 8 સીટો પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસ આ ચૂંટણીમાં ખાતુ પણ નહોતી ખોલાવી શકી.
બીજેપી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પ્રકારના હથકંડા અપનાવતી રહી છે પરતુ આમ આદમી પાર્ટીને હરાવી શકી નથી. આ ચૂંટણી પહેલા પણ નરેન્દ્ર મોદી સરકારે આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓને જેલમાં ધકેલી ચૂંટણી જીતવાના સપના જોયા છે. જો કે સુપ્રીમ કોર્ટે જામીન આપતા મુકાબલો રસપ્રદ બની ગયો છે.












Click it and Unblock the Notifications
