Delhi Election 2025 : દિલ્હીમાં કઈ પાર્ટીને કેટલી સીટો? સામે આવી ગયો પહેલો સર્વે
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. દિલ્હી જીતવા આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસે પુરી તાકાત લગાવી દીધી છે.
દિલ્હીમાં મુકાબલો સીધી રીતે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે છે પરંતુ જો કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરે તો સ્થિતી બદલાઈ શકે છે.

ચૂંટણી પ્રચાર વચ્ચે પહેલો સર્વે સામે આવ્યો છે. આ સર્વે પર વિશ્વાસ કરીએ તો આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી શકે છે અને બીજેપી માટે સારા સમાચાર છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાના સર્વે અનુસાર, શક્યતા છે કે AAP ને સતત જીત મેળવવામાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. અહીં બીજેપી સત્તા મેળવવામાં સફળ થઈ શકે છે.
ટાઇમ્સ નાઉ જેવીસી સર્વે અનુસાર, દિલ્હી ચૂંટણીમાં આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે અને આમ આદમી પાર્ટીને મોટુ નુકસાન વેઠવુ પડી શકે છે. સર્વે અનુસાર, મહિલા મતદારોને આપવામાં આવેલા વચનો અને આપવામાં આવતી મફત સુવિધાઓ દિલ્હીના મતદારોને સૌથી વધુ પ્રભાવિત કરી રહી છે.
આ સર્વેમાં મહિલા મતદારોને આપેલા વચનો અને પૂરી પાડવામાં આવતી મફત સુવિધાઓને ધ્યાનમાં લઈને ત્રણ પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાંથી ભાજપ બે વાર જીતશે તેવી આગાહી કરવામાં આવી છે.
સર્વે અનુસાર, જો ભાજપ મહિલા મતદારોને વચનો આપે છે અને AAP જેવી મફત વસ્તુઓ આપે છે તો તેની જીતવાની શક્યતા વધુ છે. જો ભાજપ મફત અને લાડલી બહેના જેવી યોજનાઓ લાવે છે તો દિલ્હીમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. જો ભાજપ કેજરીવાલની જેમ મહિલા મતદારોને વચનો અને મફત વસ્તુઓ ન આપે તો AAP સરળતાથી દિલ્હીની ચૂંટણી જીતી શકે છે.
સર્વે મુજબ, જો કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે છે અને 7% થી વધુ મત મેળવે છે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે અને AAP ને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ ચૂંટણી પછી મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ભાજપ પણ મહિલાઓને દર મહિને 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી શકે છે.
પરંતુ જો AAP મહિલાઓને પૈસા આપવાની જાહેરાત કરે તો તેને 55 ટકા મહિલાઓના મત મળી શકે છે. જ્યાં ભાજપને ૩૯ ટકા, કોંગ્રેસને ૫ ટકા અને અન્યને ૧ ટકા મહિલા મતદારોનું સમર્થન મળશે.
આ સ્થિતિમાં આપને પુરુષ અને સ્ત્રી મતદારો તરફથી લગભગ 51.20 ટકા મત મળશે. જ્યાં ભાજપને ૪૦.૬૩ ટકા, કોંગ્રેસને ૬.૬૨ ટકા અને અન્યને માત્ર ૧.૫૪ ટકા મત મળી શકે છે.
બેઠકોની વાત કરીએ તો AAP ને 56-60 બેઠકો મળી શકે છે અને ભાજપને ફક્ત 10-14 બેઠકો મળશે. કોંગ્રેસનું ખાતું પણ ખુલે તેવી કોઈ શક્યતા નથી.
જોકે, આવી સ્થિતિની શક્યતા ઓછી છે કારણ કે ભાજપ દિલ્હીમાં મહિલાઓ માટે પહેલાથી જ ચાલી રહેલી મફત યોજનાઓ ચાલુ રાખશે અને અન્ય યોજનાઓ પણ લાવશે.
જો કે શક્યતા ઓછી છે કારણ કે ભાજપ દિલ્હીમાં મહિલાઓ માટે પહેલાથી જ ચાલી રહેલી મફત યોજનાઓ ચાલુ રાખશે અને અન્ય યોજનાઓ પણ લાવશે.
ભાજપ દિલ્હીમાં AAPની મહિલા યોજના અને કોંગ્રેસના 2500 રૂપિયાના પ્યારી દીદી યોજના અને અન્ય મફત ભેટોના વચન કરતાં વધુ જાહેરાતો અને પ્રચાર કરશે તો AAPને ઘણું નુકસાન થશે.
સર્વે મુજબ, જો કોંગ્રેસનું રેવડી કાર્ડ જનતામાં વધુ પ્રમોટ કરવામાં આવે તો AAP ને 44.74 ટકા અને ભાજપને 46.16 ટકા મત મળશે. કોંગ્રેસને ૭.૫ ટકા મત મળવાની ધારણા છે.
આ સ્થિતિમાં AAP હારી શકે છે અને ભાજપની જીતની શક્યતા વધી શકે છે. આ સ્થિતિમાં, AAP ને 27 થી 33 બેઠકો, ભાજપને 37-41 બેઠકો અને કોંગ્રેસ ને 0-2 બેઠકો મળી શકે છે.












Click it and Unblock the Notifications
