Delhi Election Result 2025 : ACB કેજરીવાલ-સંજય સિંહની પૂછપરછ કરશે, જાણો શું છે મામલો?

Delhi Election Result 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી છે. ACB 15 કરોડના ઓફર સંબંધિત મામલે બંનેની પૂછપરછ કરવા જઈ રહી છે.

અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે છેલ્લા બે કલાકમાં 16 AAP ઉમેદવારોને મંત્રીપદ અને 15-15 કરોડ રૂપિયાની ઓફર સાથે ભાજપમાં જોડાવા માટે ફોન આવ્યા છે.

Delhi Election Result 2025

આ આરોપોને લઈને ભાજપે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને ફરિયાદ કરી હતી, જેના પગલે તેમણે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. આદેશ બાદ ACBની ટીમ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘેર માહિતી મેળવવા જઈ રહી છે.

ACB અનુસાર, તેમને ઉપરાજ્યપાલ તરફથી તપાસના આદેશ મળ્યા છે. ટીમ આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી આ આરોપોની સત્યતા અંગે માહિતી મેળવશે અને તપાસ કરશે કે આ આરોપો માટે કોઈ પુરાવા છે કે નહીં અથવા માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે.

ભાજપે આ આરોપોને ખોટા અને નિરાધાર ગણાવ્યા છે. તેમનો દાવો છે કે AAPના આ આરોપોનો ઉદ્દેશ ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને ચૂંટણી બાદ દિલ્હીમાં અશાંતિ પેદા કરવાનો છે.

કેજરીવાલે ટ્વિટર પર આરોપ મૂક્યો છે કે બે કલાકમાં 16 ઉમેદવારોને AAP છોડીને ભાજપમાં જોડાવા માટે 15-15 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઓફર મળી છે. આ મુદ્દે કેજરીવાલે આજે સવારે 11.30 વાગ્યે તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X