Delhi Election Results 2020: એકમાત્ર સીટ જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે
Delhi Election Results 2020: એકમાત્ર સીટ જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 70 સીટમાંથી કોંગ્રેસના ઉમેદવારે માત્ર એક સીટ પર જ શરૂઆતી લીડ બનાવી શક્યા છે. આ સીટ છે ચાંદની લોકસભા સીટમાં આવતી બલ્લીમારન વિધાનસભા, જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશના પૂર્વ મંત્રી હારુન યૂસુફે પોતાના નજીકના પ્રતિદ્વંદ્વીઓને આકરી ટક્કર આપી રહ્યા છે.

બલ્લીમારન સીટ પર કોંગ્રેસના હારુન યૂસુફ પહેલા આગળ ચાલી રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ઈમરાન હુસૈન અને ભાજપની લતા તેમનાથી પાછળ ચાલી રહ્યા હતા. જો 2015ની ચૂંટણીની વાત કરીએ તો આ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 35 ટકાથી વધુ મતોના અંતરથી ચૂંટણી જીતી હતી, જો કે તાજા ટ્રેન્ડ્સમાં હારુન યૂસુફ હાલ પાછળ ચાલી રહ્યા છે.
આ સીટ પર કુલ 1,41,739 વોટર છે. અત્યારે માત્ર આ ટ્રેન્ડ છે અને પરિણામ આવ્યા બાદ જ અસલી તસવીર સાફ થશે. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે પાછલા શનિવારે વોટિંગ થયું હતું. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 3 સીટ આવી હતી.












Click it and Unblock the Notifications
