Video: દિલ્લીમાં જીત બાદ મનોજ તિવારીના ગીત ‘રિંકીયા કે પાપા' પર આપનો ડાંસ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના ગીતો પર ડાંસ કરતો આપ કાર્યકર્તાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો.
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. આપ કાર્યાલય પર કાર્યકર્તા ડાંસ કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના ગીતો પર ડાંસ કરતો આપ કાર્યકર્તાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. આમાં આપ કાર્યકર્તા ભાજપ નેતા મનોજ તિવારીના ગીતો પર ડાંસ કરી રહ્યા છે. વીડિયોને સુમિત કુમાર નામના યુઝરે શેર કર્યો છે.

દિલ્લી વિધાનસભાની 70 સીટો પર આજે મતગણતરી થઈ રહી છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી રહી છે. દિલ્લીમાં બહુમત માટે 36 સીટોની જરૂર છે. આમ આદમી પાર્ટી 60 સીટો પર લગલગ સ્પષ્ટ રીતે આગળ છે. એવામાં સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ ત્રીજી વાર દિલ્લીના સીએમ બનશે.
દિલ્લીની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયુ હતુ. જેના પરિણામો આજે આવી રહ્યા છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ મેળવી હતી. ભાજપે ત્રણ સીટો મેળવી હતી. જ્યારે કોંગ્રેસના હાથે એક પણ સીટ નહોતી આવી. આ ચૂંટણીમાં પણ પરિણામો બહુ અલગ નથી દેખાઈ રહ્યા.












Click it and Unblock the Notifications
