For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Encounter: આતંકીની ધરપકડ બાદ હાઈએલર્ટ, NSG તૈનાત

રાજધાની દિલ્લીમાં ધોળા કૂવા સ્થિત રિંગ રોડ પાસે આજે એક આતંકી પોલિસના હાથ લાગ્યો જે આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં ધોળા કૂવા સ્થિત રિંગ રોડ પાસે આજે એક આતંકી પોલિસના હાથ લાગ્યો જે આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલો છે. ધરપકડ કરાયેલ આતંકીની ઓળખ અબ્દુલ યૂસુફ ખાન તરીકે થઈ છે. તે દિલ્લીમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો. તેની પાસે બે IED પણ મળી આવ્યા છે. આ ઘટના બાદથી સરકાર અને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે. સાથે જ રાજધાની NSGને તૈનાત કરી દેવામાં આવી છે.

કેસની ગંભીરતાને જોતા એનએસજી બોલાવાઈ

કેસની ગંભીરતાને જોતા એનએસજી બોલાવાઈ

માહિતી મુજબ ધરપકડ કરાયેલ આતંકી પાસેથી એક પિસ્તોલ અને બે આઈઈડી અત્યાર સુધી મળી આવ્યા છે. કેસની ગંભીરતાને જોતા એનએસજી બોલાવી લેવામાં આવી છે. એનએસજીની બોમ્બ સ્ક્વૉડ ટીમે બુદ્ધા પાર્કમાં બોમ્બને ડિફ્યુઝ કરી દીધો જ્યારે બાકી ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે જેથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરી શકાય. આતંકી સાથે સંબંધિત બાકી ઠેકાણા પર દિલ્લી પોલિસની સ્પેશિયલ ટીમ રેડ પાડી રહી છે.

આતંકીનો બીજો સાથી ફરાર

આતંકીનો બીજો સાથી ફરાર

સૂત્રો મુજબ આતંકીએ દિલ્લીમાં ઘણી જગ્યાએ રેકી કરી હતી. સમાચાર એ પણ છે કે તેનો બીજો એક સાથી પણ હતો જે અત્યારે ફરાર છે. તેની શોધ પણ કરવામાં આવી રહી છે. આતંકીની પૂછપરછ કરીને તેના ટાર્ગેટ અને પ્લાન વિશે જાણવામાં આવી રહ્યુ છે. પોલિસના જણાવ્યા મુજબ દિલ્લીના અમુક લોકો આતંકી યૂસુફને સંશાધનો પૂરા પાડી રહ્યા હતા, તેમની પણ શોધ કરવામાં આવી રહી છે.

પહેલા પણ આવી હતી ખૂફિયા માહિતી

પહેલા પણ આવી હતી ખૂફિયા માહિતી

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લી પહેલેથી જ એલર્ટ પર છે. ખુફિયા એજન્સીને પાકિસ્તાનથી ત્રણ આતંકવાદીઓ ભારતની સીમામાં ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે રાજધાનીમાં આ આતંકવાદી ટાર્ગેટ પર કોઈ મોટો વ્યક્તિ હતો. જો કે એ વ્યક્તિનુ નામ હજુ સુધી જાણી શકાયુ નથી.

ક્યારે ખતમ થશે કોરોના મહામારી? WHOએ જણાવી સમયસીમાક્યારે ખતમ થશે કોરોના મહામારી? WHOએ જણાવી સમયસીમા

English summary
Delhi Encounter: NSG deployed after is operative handcuffed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X