Delhi Exit Poll 2025 : દિલ્હીના મુસ્લિમ મતદારોએ કઈ પાર્ટીને મત આપ્યા?
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થાય છે. મુસ્લિમ મતદાન દિલ્હીની સત્તામાં પહોંચવા માટેની ચાવી મનાય છે.
2025ની વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે મુસ્લિમ મતદારોનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પર કાયમ છે. ભાજપને કોંગ્રેસ કરતાં પણ વધુ મુસ્લિમ મતદારોના મત મળ્યા છે.

મેટ્રિક્સ એક્ઝિટ પોલ અનુસાર, આ વિધાનસભા ચૂંટણીમાં આપને 67 ટકા મુસ્લિમ મતદારોના મત મળી શકે છે તો ભાજપને 11% અને કોંગ્રેસને 9% મુસ્લિમ મતદારોના મત મળવાની સંભાવના છે.
આ સિવાય બાકીના 13% મુસ્લિમ મતદારો અન્ય પાર્ટીઓ સાથે જઈ શકે છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં 87% મુસ્લિમ મતદારોએ આપને મત આપ્યા હતા. મુસ્લિમ મતદારોના મતમાં આપની તરફથી થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં ઓખલા, મુસ્તફાબાદ, સીમાપુરી, ચાંદની ચોક, મટિયામહલ, બલ્લીમારન, સીલમપુર, બાબરપુર, કરાવલ નગર અને જંગપુરા જેવા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભારે મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 57.70% મતદાન થયું છે તેમા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં વધુ મતદાન નોંધાયું છે.
ચાંદની ચોકમાં 52.76%, મટિયામહલમાં 61.40%, બલ્લીમારનમાં 59.56%, ઓખલામાં 52.77%, સીમાપુરીમાં 62.47%, સીલમપુરમાં 66.14%, બાબરપુરમાં 54.51%, મુસ્તફાબાદમાં 66.68%, કરાવળ નગરમાં 62.74% અને જંગપુરામાં 55.2% મતદાન થયું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ એકવાર ફરીથી તે મુસ્લિમ નેતાઓ પર વિશ્વાસ જતાવ્યો છે, જેને પાછલી ચૂંટણીમાં પણ ટિકિટ આપવામાં આવી હતી. આમાં મંત્રી ઇમરાન હુસેન પણ શામેલ છે, જે બલ્લીમારનથી ઉમેદવાર છે.
બે વખતના વિધાયક અમાનતુલ્લાહ ખાનને ઓખલાથી ટિકિટ આપવામાં આવી છે. મટિયામહલથી શોએબ ઇકબાલ, મુસ્તફાબાદથી આદિલ અહમદ ખાન અને સીલમપુરથી ચૌધરી જુબૈર અહમદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આમાં ઓખલા અને મુસ્તફાબાદ સીટ પર આપને મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
