For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kathua Case: ફોરેન્સિક લેબ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આખા દેશને હચમચાવી નાંખનાર કઠુઆ ગેંગરેપ મામલે એક અગત્યની ખબર આવી છે. આ કેસમાં તમામ પુરાવા અંગે જાંચ કરનાર દિલ્હી ફોરેન્સિક લેબ ઘ્વારા બધા આરોપો સાચા માનવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આખા દેશને હચમચાવી નાંખનાર કઠુઆ ગેંગરેપ મામલે એક અગત્યની ખબર આવી છે. આ કેસમાં તમામ પુરાવા અંગે જાંચ કરનાર દિલ્હી ફોરેન્સિક લેબ ઘ્વારા બધા આરોપો સાચા માનવામાં આવ્યા છે. ફોરેન્સિક લેબ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે મંદિરમાં મળેલા લોહીના નિશાન પીડિતાના જ છે. જેના કારણે આ વાત સાબિત થાય છે કે 8 વર્ષની બાળકી સાથે મંદિરમાં જ બળાત્કાર કરવામાં આવ્યો હતો.

આરોપી શુભમ સંગરા વિરુદ્ધ મળ્યા મહત્વના પુરાવા

આરોપી શુભમ સંગરા વિરુદ્ધ મળ્યા મહત્વના પુરાવા

રિપોર્ટ અનુસાર મંદિરમાં મળેલા વાળના ડીએનએ આ કેસમાં પકડવામાં આવેલા 8 આરોપીમાં એક શુભમ સંગરા સાથે મળતા આવે છે. પીડિતાના કપડાં પર મળેલા લોહીના નિશાન નો ડીએનએ પણ શુભમ સાથે મળતો આવે છે. રિપોર્ટમાં આ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે પીડિતાના યૌનાંગ માં પણ લોહી મળ્યું છે.

વિશેષ જાંચ ટીમ (SIT)

વિશેષ જાંચ ટીમ (SIT)

આપણે જણાવી દઈએ કે આ કેસમાં જાંચ કરી રહેલી વિશેષ જાંચ ટીમને આ વાતની ફરિયાદ હતી કે તેમને જે પુરાવા મળ્યા છે તે આરોપીનોને ગુનેગાર સાબિત કરવા માટે પૂરતા નથી કારણકે એવી પણ વાત સામે આવી હતી કે આરોપીઓ એ સ્થાનીય પોલીસ કર્મીઓ સાથે મળીને પીડિતાના કપડાં ધોઈ નાખ્યા હતા. જેથી પુરાવા નષ્ટ થઇ શકે. જેના કારણે એસઆઈટી આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી શકી ના હતી.

શુભમ સંગરા અને પરવેસ ના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા

શુભમ સંગરા અને પરવેસ ના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા

માર્ચ મહિનામાં જ પીડિતાના કપડાં, લોહી, વાળ અને મળ જેવા પુરાવા દિલ્હી ફારેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેની સાથે આરોપી દિપક ખજુરિયા, શુભમ સંગરા અને પરવેસ ના બ્લડ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા.

20 માર્ચે ક્રાઇમ બ્રાન્ચ સામે સમર્પણ

20 માર્ચે ક્રાઇમ બ્રાન્ચ સામે સમર્પણ

આરોપી સાંજી રામે 20 માર્ચે ક્રાઇમ બ્રાન્ચ સામે સમર્પણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ તેના દીકરા વિશાલને ઉત્તરપ્રદેશથી પકડવામાં આવ્યો હતો. પોલીસે વિશેષ પોલીસ અધિકારી દિપક ખજુરિયા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ, સુરિન્દર કુમાર અને સહાયક પોલીસ ઇન્સ્પેકટર પ્રવેશ કુમારની પુરાવા નષ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ચાર્જશીટ અનુસાર પીડિતાના પિતા ઘ્વારા 12 જાન્યુઆરી દરમિયાન હીરાનગર ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દીકરી 10 જાન્યુઆરી દરમિયાન જાનવરો માટે જંગલમાં ઘાસ લેવા માટે ગયી હતી, ત્યારપછી પાછી ફરી નથી.

ચાર્જશીટ માં જણાવવામાં આવ્યું કે..

ચાર્જશીટ માં જણાવવામાં આવ્યું કે..

ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે જયારે સાંજી રામે કહ્યું કે હવે છોકરીની હત્યા કરીને તેને ઠેકાણે લગાવવી પડશે. ત્યારે વિશેષ પોલીસ અધિકારી દિપક ખજુરિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહ જોવો, હજુ મારે પણ બળાત્કાર કરવો છે. બધાએ 8 વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો. ત્યારપછી તેની હત્યા કરી. આરોપીઓ ઘ્વારા પીડિતાના માથા પર હુમલો કરીને તેની હત્યા કરી ત્યારપછી તેની લાશ જંગલમાં ફેંકી દીધી.

28 એપ્રિલે કેસની સુનાવણી

28 એપ્રિલે કેસની સુનાવણી

આપણે જણાવી દઈએ કે કઠુઆમાં ફક્ત 8 વર્ષની બાળકી સાથે મંદિરમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. 10 એપ્રિલે દાખલ કરેલી પોલીસ ચાર્જશીટ મુજબ બાળકીની ગેંગરેપ પછી હત્યા કરવામાં આવી હતી. આ મામલે નાબાલિક સહીત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સેશન કોર્ટ આ કેસની સુનાવણી 28 એપ્રિલે કરશે.

English summary
Delhi Forensic lab report strongest evidence kathua gang rape case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X