‘મોદીની પ્રશંસા' પર NCP છોડનારા તારિક અનવર કોંગ્રેસમાં શામેલ

થોડા દિવસ પહેલા જ એનસીપીમાંથી રાજીનામુ આપનાર તારિક અનવરે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

થોડા દિવસ પહેલા જ એનસીપીમાંથી રાજીનામુ આપનાર તારિક અનવરે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરાં તેમણે પક્ષનું સભ્યપદ લીધુ. તારિક અનવરે એનસીપી સાથે છેડો ફાડ્યા બાદ લોકસભાના સભ્યપદમાંથી પણ રાજીનામુ આપી દીધુ હતુ. તમને જણાવી દઈએ કે અનવરે રાફેલ પર શરદ પવારના પીએમ મોદી અંગે આપેલા નિવેદનથી નારાજ થઈને પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.

એનસીપીમાંથી આપ્યુ હતુ રાજીનામુ

એનસીપીમાંથી આપ્યુ હતુ રાજીનામુ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારના પીએમ મોદીના સમર્થનમાં આપેલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરીને પક્ષ છોડનાર તારિક અનવર માટે પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે તે ટૂંક સમયમાં કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. જ્યારે કોંગ્રેસે પણ કહ્યુ હતુ કે તારિક અનવર ઈચ્છે તો પાર્ટીમાં પાછા આવી શકે છે.

શરદ પવારના નિવેદનથી અનવર હતા નારાજ

શરદ પવારના નિવેદનથી અનવર હતા નારાજ

એનસીપી પ્રમુખ શરદ પવારના નિવેદનથી અનવર એટલા નારાજ હતા કે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. રાજીનામુ આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા તારિક અનવરે કહ્યુ હતુ કે જ્યારે રાફેલ મામલે ભ્રષ્ટાચાર સામે સમગ્ર વિપક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે ત્યારે શરદ પવાપે અપ્રત્યક્ષ રીતે પીએમને ક્લીન ચીટ આપી દીધી કે જે ખોટુ છે. તેમણે કહ્યુ હતુ તે આ નિવેદનની વિરુદ્ધમાં છે.

રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો

રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો

તમને જણાવી દઈએ કે શરદ પવારે રાફેલ ડીલ અંગે ચાલી રહેલ વિવાદ વચ્ચે પીએમ મોદીનો બચાવ કરતા કહ્યુ હતુ કે તેમની ઈચ્છા પર શંકા ન કરી શકાય. તારિક અનવર બિહારની કટિહાર સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે અને યુપીએ-2 ની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તારિક અનવરના કોંગ્રેસમાં શામેલ થવાથી પાર્ટીની બિહારમાં એક દિગ્ગજ ચહેરાના શોધ કદાચ હવે પૂરી થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X