For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ કોર્ટે પાંચ વિરુદ્ધ નક્કી કર્યા આરોપ

|
Google Oneindia Gujarati News

rape
નવીદિલ્હી, 2 ફેબ્રુઆરીઃ રાજધાનીમાં 16 ડિસેમ્બરે થયેલા સામુહિક બળાત્કારની ઘટનાના સંબંધમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે શનિવારે પાંચ આરોપીઓ વિરુદ્ધ આરોપી નક્કી કર્યા છે અને કેસની સુનાવણી હવે મંગળવારે શરૂ કરવામાં આવશે.

બળાત્કારના શિકાર 23 વર્ષીય યુવતીએ 13 દિવસ સુધી જિંદગીના સંઘર્ષ કર્યા બાદ સિંગાપુરની એક હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આરોપીઓના વકીલ અને અભિયોજન પક્ષે આ મામલે છ આરોપીમાંથી પાંચ વિરુદ્ધ આરોપો પર પોતાની ચર્ચા પૂર્ણ કરી.

આ પહેલા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ગત સપ્તાહ છઠ્ઠા આરોપીને સગીર ઘોષિત કર્યું હતું અને આ મામલાની સુનાવણી હવે બોર્ડ કરશે. બાકી તપાસ આરોપીઓમાં બસ ચાલક રામ સિંહ, તેના ભાઇ મુકેશ, ફ્રૂટ સેલર પવન ગુપ્તા, વિનય શર્મા અને બસ ક્લીનર અક્ષય ઠાકુર સામેલ છે. આ તમામ આરોપી હાલ દિલ્હીની તિહાર જેલમાં છે.

મામલાની સુનાવણી 21 જાન્યુઆરીથી શરૂ થઇ હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના આ મામલાની સુનાવણીમાટે કરવામાં આવી હતી આરોપીઓને દુષ્કર્મની ઘટનાના 18 દિવસ બાદ સાકેત અદાલત દ્વારા ઔપચારિક રીતે આરોપિત કર્યા ગયા હતા. પોલીસ દ્વારા પાંચેય આરોપીઓએ ભારતીય દંડ સહિતાની 13 ધારાઓ હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા.

આ તમામ આરોપીઓની ઘટના બાદ 17થી 21 ડિસેમ્બર પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાને લઇને દેશભરે તીખી પ્રતિક્રિયા આપી હતી. ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. દિલ્હીમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઝડપ થઇ હતી.

English summary
A fast track court here on Saturday framed charges against five accused in the brutal December 16 Delhi gang rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X