For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ કાંડ સુનિયોજિત ઘટના હતી : ચાર્જશીટ

|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 4 જાન્યુઆરી : દેશની રાજધાનીમાં 23 વર્ષીય વિદ્યાર્થીની સાથે થયેલ બળાત્કારના કેસમાં પોલીસે બધા જ પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુરૂવારે કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે.

દિલ્હી ગેંગ રેપની પીડિતાનું મોત થતાં આરોપીઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડનાર હત્યાના આરોપ સહિત અન્ય કેટલાક આરોપો લગાવવામાં આવ્યાં છે. આ વિભત્સ ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયું છે.

વિધાર્થીનીનું 29 ડિસેમ્બરના રોજ સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ ઉપરાંત 16 ડિસેમ્બરના રોજ ચાલુ બસે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો અને તેને નિર્દયતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં આ કેસના આરોપી રામ સિંહ, તેનો મુકેશ, મિત્ર પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર વિરૂદ્ધ ભારતીય દંડ સહિતા મુજબ હત્યા, બળાત્કાર, હત્યાનો પ્રયત્ન, અપહરણ, લૂંટ, લૂંટ માટે મારઝૂડ, પુરવા નષ્ટ કરવા, ગુનાહિત પ્રવૃતિનું કાવતરૂ રચવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.

આ કેસમાં છઠ્ઠો આરોપી કિશોર છે અને કિશોર ન્યાય બોર્ડમાં તેના વિરૂદ્ધ કેસ ચાલશે. દિલ્હી પોલીસે 33 પાનાની આ ચાર્જશીટમાં કિશોર આરોપીની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસે કેટલાક દસ્તાવેજો સાથે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સૂર્ય મલિક ગ્રોવરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. ફરિયાદી પક્ષે કોર્ટમાં અનુરોધ કર્યો છે કે કોર્ટમાં આ દસ્તાવેજને બંધ લિફાફામાં રાખવામાં આવે જેથી પીડિતાની ઓળખ છતી ના થાય. આ ઉપરાંત કોર્ટની તમામ કાર્યવાહી બંધ બારણે કરવામાં આવે. ફરિયાદી પક્ષે આ સાથે એવી દલીલ પણ કરી હતી કે આ ઘટનાને સુનિયોજીત રીતે અંજામ આપવામાં આવ્યો હતો.

આ મુદ્દે ન્યાયાધિશે સરકારી વકીલને વિલંબથી આરોપપત્ર દાખલ કરવાનું કારણ પૂછ્યું હતું. આ કેસમાં અદાલતે સુનવણી પાંચ જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રાજીવ મોહને જણાવ્યું કે તપાસકર્તાઓને વધારે સંખ્યામાં દસ્તાવેજો અને આરોપપત્રને ક્રમમાં મૂકવામાં વિલંબ થઇ ગયો હોવાથી વિલંબ થયો હતો.

English summary
Delhi gang rape was well-planned occurrence : Charge sheet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X