દિલ્હી ગેંગરેપ કેસ : અલ્પવયસ્ક દોષિત પર નિર્ણય 5 ઓગસ્ટ સુધી મુલતવી

આ કેસમાં એક આરોપી ઘટના સમયે અલ્પવયસ્ક હતો. આ અલ્પવયસ્તના કેસમાં જુવેનાઇલ કોર્ટમાં સુનવણી પૂરી થઇ ચૂકી છે. 11 જુલાઇએ સુનવણી દરમિયાન બોર્ડે એક અન્ય લૂંટફાંટના કેસમાં અલ્પવયસ્ત આરોપીને દોષિત ઠેરવ્યો હતો. લૂંટફાંટની આ ઘટના 16 ડિસેમ્બર, 2012ના ગેંગરેપની ઘટના પહેલાની છે.
ગેંગરેપના કેસમાં દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે અલ્પવયસ્ત દોષિત બળાત્કારમાં સામેલ હોવાની સાથે તેણે જ યુવતી સાથે સૌથી વધારે હેવાનિયત આચરી હતી. આ કેસમાં આરોપીનું કહેવું હતું કે તે બળાત્કાર સમયે બસમાં ન હતો અને પોલીસે તેને ખોટો ફસાવ્યો છે.












Click it and Unblock the Notifications
