દિલ્હી ગેંગરેપ કેસની ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: દિલ્હી ગેંગરેપ મામલે દિલ્હી પોલીસ પોતાની ચાર્જશીટનો ડ્રાફ્ટ લગભગ તૈયાર કરી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચાર્જશીટમાં દિલ્હી પોલીસે 20 સાક્ષીઓના નામ પણ આપ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ચાર્જશીટ દિલ્હીના સાકેત કોર્ટમાં ત્રણ જાન્યુઆરી, 2013ના રોજ દિલ્હી પોલીસ દાખલ કરશે. આની વચ્ચે દિલ્હી સરકારે પીડિત પરિવારને 15 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

આ વચ્ચે દિલ્હી ગેંગરેપ પીડિતાનો ફોરેન્સિક રિપોર્ટ અને ડિએનએ રિપોર્ટ આજે સોમવારે દિલ્હી પોલીસને મળી શકે છે. ત્યારબાદ દિલ્હી પોલીસ આ કેસમાં વધુ કાર્યવાહી આગળ વધારશે. આ રિપોર્ટ દ્વારા પોલીસને તપાસમાં સરળતા રહેશે અને દોષિઓને સખત સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ મામલે છ આરોપીઓ દિલ્હી પોલીસની કેદમાં છે જેમણે આ વિદ્યાર્થિની પર ચાલતી બસમાં દુષ્કર્મ કર્યું હતું. જોકે દિલ્હી પોલીસે આ પહેલા પ્રદર્શનકારીઓને એવું આશ્વાસન આપ્યું હતું કે દોષીઓને સખતમાં સખત સજા ફટકારવામાં આવશે.












Click it and Unblock the Notifications
