For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ યુવતીની હાલત નાજુક, સોનિયાએ લીધી મુલાકાત

By Super
|
Google Oneindia Gujarati News

sonia_gandhi
નવી દિલ્હી, 19 ડિસેમ્બરઃ દિલ્હીમાં વંસત વિહાર વિસ્તારમાં બળાત્કારનો શિકાર બનેલી 23 વર્ષીય યુવતીની હાલત નાજુક છે. સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી આ યુવતીના સ્વાસ્થ્ય પર ડોક્ટર સતત નજર રાખી રહ્યાં છે. ડોક્ટરોના મતે એ હદે આ યુવતી સાથે હેવાનિયત કરવામાં આવી છે કે તેનું બચવું કપરું છે. હોસ્પિટલે જણાવ્યા પ્રમાણે બળાત્કારના મામલે તેમની સામે આટલો ગંભીર કેસ અત્યાર સુધી નથી આવ્યો. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પીડિત યુવતી અને તેના પરિવારની મુલાકાત લીધી છે.

ગેંગરેપ પીડિત ફિજિયોથેરેપિસ્ટની હાલત અત્યંત નાજુક છે, રવિવારે રાત્રે ઘટનાનો શિકાર થયેલી યુવતીની હાલત મંગળવાર સાંજે વધુ ખરાબ થઇ હતી અને ત્યાર બાદ તેને સંપૂર્ણ વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. હોસ્પિટલમાં યુવતીની સારવાર કરી રહેલા ડોક્ટર્સના મતે ઇજાઓને જોતા યુવતીનું બચવું મુશ્કેલ છે.

ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે યુવતીને ઘણી ઇજા પહોંચી છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સંક્રમણ વધવાના કારણે લોહીમાં પ્લેટલેટ્સ સ્તર ઘટીને 48 હજાર થઇ હયું છે. જે સામાન્ય સ્થિતિમાં દોઢથી સાડા ચાર લાખ હોય છે. પ્લસ રેટ વધીને 130 થઇ ગયા છે. પ્લસ રેટનું વધવું અને પ્લેટલેટ્સનું ઘટવું ચિંતાનું કારણ છે.

સોનિયા ગાંધીએ લીધી મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મંગળવારે મોડી રાત્રે સફદારગંજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સામુહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. મુલાકાત લીધા બાદ તેમણે સરકારને કહ્યું હતું કે, આ એક અત્યંત શરમજનક ઘટના છે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે. સોનિયા ગાંધીએ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ મમતા શર્મા સાથે ચર્ચા કરી છે અને શક્ય તેટલા કડક પગલાં ભરવા સૂચન કર્યું છે, જેથી દેશમાં આવી ઘટના પુનઃ ના થાય. સોનિયાએ સુશીલ કુમાર શિંદે અને શિલા દિક્ષિતને પત્ર પણ પાઠવ્યો છે.

English summary
Congress chief Sonia Gandhi on Tuesday night visited Safdarjung Hospital to inquire about the condition of the 23 year old gangrape victim and asked the government to take the strictest possible measures to ensure that there is no recurrence of such a barbaric incident that has shaken the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X