દિલ્હીની છોકરી સાથે નૈનીતાલમાં 7 લોકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર
દહેરાદુન, 24 સપ્ટેમ્બર: સાત યુવકોએ દિલ્હીની એક છોકરી સાથે નૈનિતાલ લાવીને તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. પોલીસે કેસમાં એફઆરઆઇ દાખલ કરી દિલ્હી નિવાસી સાતેય આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દિધા છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીના મુનિરિકા વિસ્તારમાં રહેનાર એક 22 વર્ષીય છોકરીને ત્રણ યુવકો પોતાની સાથે નૈનિતાલ લાવ્યા હતા. પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં છોકરીએ જણાવ્યું હતું કે આ લોકો કથિત રીતે દેહવેપારમાં સંલગ્ન છે અને ત્રણેય યુવકો સાથે 22 સપ્ટેમ્બરના રોજ નૈનિતાલ ગઇ હતી.
જો કે પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે નૈનિતાલની એક હોટલમાં પહોંચતાં ત્યાં તેને ચાર યુવકો મળ્યા અને બધા સાતેય યુવકોએ તેની સાથે સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું.

ધરપકડ યુવકોની ઓળખ દિલ્હીના લાજપતનગર નિવાસી બલજીત સિંહ, ગુરજીત સિંહ, સિમરનપાલ સિંહ, ઇસ્ટ ઓફ કૈલાશના રહેવાસી દમનપ્રીત સિંહ, આંબેડકર નિવાસી ગુરવિંદર સિંહ તથા બલકાર સિંહના રૂપમાં કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે બધા આરોપીઓની ઉંમર 18 થી 20 વર્ષની છે અને તેમના વિરૂદ્ધ અનૈતિક દેહ વેપાર અધિનિયમની સાથે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
