દિલ્હી: પાર્કમાં ફરવા આવેલી યુવતીનો ગેંગરેપ, હાલત ગંભીર

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર દરિદગી થઇ છે. 22-23 વર્ષની એક બાળકી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર દરિદગી થઇ છે. 22-23 વર્ષની એક બાળકી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. સરાઇ કાલે ખાન બસ સ્ટેશન નજીક આવેલા ઇન્દ્રપ્રસ્થ પાર્કમાં આ ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવે છે કે યુવતી અહીં ફરવા આવી હતી. ત્યારે બે ચાર લોકો, જેઓ પહેલાથી રાહ જોઈને બેઠા હતા, તેઓ યુવતીને ખેંચીને ઝાડીમાં લઇ જઈને તેનો ગેંગરેપ કર્યો. હાલ મહિલાની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ હોશમાં આવતાની સાથે જ મહિલા તરત બેહોશ થઈ રહી છે. ડોકટરો કહે છે કે તે સદમામાં છે અને જ્યારે પણ તેણીને હોશ આવે છે ત્યારે તે ફક્ત એટલું જ કહે છે કે - ભાઈ મને છોડો ... ભાઈ મને છોડો.

gangrape

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસ સનલાઇટ કોલોની વિસ્તારનો છે. પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓને પકડવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે. આ કેસમાં પોલીસને લાગે છે કે પીડિતાની માનસિક સ્થિતિ સારી નથી. તે અત્યારે કઈ પણ કહી શકે તેવી સ્થિતિમાં નથી. એનબીટી ન્યૂઝપેપર મુજબ યુવતીની પીટાઈ પણ કરવામાં આવી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ગેંગરેપનો વિરોધ કરતી વખતે આરોપીઓએ તેને માર માર્યો હતો.

આ પણ વાંચો: ગેંગરેપ અને ઢોર માર બાદ રાજસ્થાનની યુવતી અડધા કિલોમીટર સુધી નગ્ન દોડતી રહી

આરોપીઓએ યુવતીના બધા જ કપડાં પણ ફાડી નાખ્યા છે. તે જ સમયે, યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. એવી આશંકા છે કે આરોપીઓએ તેને બચકા પણ ભર્યા છે. આ સિવાય, તેઓએ બીજી પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય શકે છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે સવારે જયારે કેટલાક લોકો પાર્કમાં ફરવા નીકળ્યા ત્યારે તેમને પીડિતાને કપડાં વિના બેભાન અવસ્થામાં ત્યાં પડેલી જોઈ હતી. આ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાઈ ઘરની બહાર ગયો હતો, મિત્રએ તેની બહેનનો રેપ કર્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X